કચ્છની છ બેઠકો પર 34 ફોર્મ રદ

ભુજ, તા. 22 : વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારીપત્રો કાલ 21મી સુધી ભરાયા પછી આજે ચકાસણી કરવાનો દિવસ હોવાથી કચ્છની છ બેઠકો પરના 34 ફોર્મ અમાન્ય એટલે કે રદ કરવામાં આવ્યા હતા.  જે તે વિધાનસભામાં ભરાયેલા ફોર્મ માટે ઉમેદવારોની અધૂરાશો કે જે ટેકનિકલ કારણોસર ચકાસણીના અંતે ફોર્મ રદ કરવામાં આવ્યા હતા.  અબડાસા : જયસુખલાલ હરજી ડાયાણી : ભારતીય જનતા પાર્ટીના મુખ્ય ઉમેદવારનું ઉમેદવારીપત્ર માન્ય રહેતા અમાન્ય.  જીવરાજભાઇ ધનજીભાઇ પટેલ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના મુખ્ય ઉમેદવારનું ઉમેદવારીપત્ર માન્ય રહેતા અમાન્ય.  વસંત લાલજીભાઇ ખેતાણી : માન્યતાપ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષ ન હોઇ, 10 ટેકેદારોની દરખાસ્ત કરી ન હોઇ નામંજૂર.  અદ્રેમાન આમદ બકાલી : ઉમેદવારના સહી તેમજ ટેકેદારની સહી ન હોઇ તથા ડિપોઝીટની રકમ ન ભરતાં નામંજૂર.  હુસેન હાજીમામદ મંધરા : 10 ટેકેદારોની દરખાસ્ત કરેલી ન હોઇ નામંજૂર.  અંજાર : આહીર જીવાભાઇ કરશનભાઈ : મેનડેટ મુજબના મુખ્ય ઉમેદવારનું ફોર્મ માન્ય રહેતેં ડમી રદ.  વરચંદ રાણાભાઇ રામજી : મેનડેટ મુજબના મુખ્ય ઉમેદવારનું ફોર્મ માન્ય રહેતા ડમી રદ.  અજય કનૈયાલાલ : ઉમેદવારી ફોર્મના ભાગ-6માં ઉમેદવારે સહી કરી નથી, નામંજૂર.  પ્રજાપતિ ભરતભાઇ ડાયાભાઇ : નિયત નમૂનો-26 (સોગંદનામું)માં તમામ કોલમની વિગતો ભરેલી ન હોવાથી.  ગોર પ્રિક્ષાબેન રાજેશભાઇ : મતદાર ન હોવાથી નિયત નમૂનો-26 (સોગંદનામું) પબ્લીક નોટરી/ફર્સ્ટ કલાસ મેજિસ્ટ્રેટ કે કમિશનર રૂબરૂ કરવામાં આવી નથી..  આહુજા મહેશ પ્રભુદાસ : ઉમેદવારીપત્રના ભાગ-2માં દરખાસ્ત મૂકનાર તમામની વિગતોમાં મતદારયાદી ભાગ નંબર, ક્રમ નંબર દર્શાવેલ નથી તેમજ દરખાસ્ત મૂકનાર પૈકી કોઇની સહીઓ ફોર્મમાં થઇ ન હોવાથી નામંજૂર.  ભુજ-3 : પિંડોરીયા અરવિંદભાઇ લાલજીભાઇ : ભારતીય જનતા પાર્ટીના મુખ્ય ઉમેદવારનું ફોર્મ માન્ય રહેતાં નામંજૂર.  જાડેજા રાજેન્દ્રસિંહ હકુમતસિંહ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મુખ્ય ઉમેદવારનું ફોર્મ માન્ય રહેતાં નામંજૂર.  જત ઉમર હુશેન : દસ દરખાસ્ત કરનાર મતદારોના નામ તેમજ તેઓના ભાગ નંબર/ક્રમ નંબર લખેલ નથી તથા સહીઓ કરી નથી-નામંજૂર.  કુંભાર કાસમ ઉમર : દસ દરખાસ્ત કરનાર મતદારોના નામ તેમજ તેઓના ભાગ નંબર/ક્રમ નંબર લખેલ નથી તથા સહીઓ કરી નથી-નામંજૂર.  કાનાણી પીયૂષ નરેન્દ્રભાઇ : નમૂના નં. 26નો સોગંદનામું રજૂ કર્યું નથી. ઉમેદવારી ફોર્મમાં દરખાસ્ત કરનારની વિગતો રજૂ કરી નથી-નામંજૂર.  રબારી દેવશી રવા :  નંબર/ક્રમ નંબર સહિતની સંપૂર્ણ વિગતો રજૂ થયેલી નથી- નામંજૂર.  રાપર : પંકજભાઇ અનોપચંદ મહેતા : વધારાનું ઉમેદવારીપત્ર તે નજરે દફતરે રદ.  જિજ્ઞાબેન પંકજભાઇ મહેતા : ભાજપના સબસ્ટીટયૂટ ઉમેદવાર હોઇ તે નજરે દફતરે.  આરેઠિયા ભચુભાઇ ધરમશીભાઇ : કોંગ્રેસના સબસ્ટીટયૂટ ઉમેદવાર હોઇ તે નજરે દફતરે.  ગડા બાબુલાલ મેઘજી : વધારાના ઉમેદવારી પત્ર તે નજરે દફતરે.  મીર અનવર ગુલમામદ : વધારાનું સોગંદનામું નિયત સમયમર્યાદામાં રજૂ ન થતાં રદ.  5-ગાંધીધામ : અજિતભાઇ માનસિંઘ ચાવડા : કોંગ્રેસ પક્ષના અવેજી ઉમેદવાર હોઇ, મુખ્ય ઉમેદવાર માન્ય રહેતાં અસ્વીકાર.  ભર્યા કાનજીભાઇ વેલજીભાઇ : ભાજપના અવેજી ઉમેદવાર તરીકે હોતાં અને મુખ્ય ઉમેદવાર માન્ય રહેતાં રદ.  ધેડા કિશોર દેવજીભાઇ : આમ આદમી પાર્ટીના અવેજી ઉમેદવાર હોઇ, મૂળ ઉમેદવાર માન્ય રહેતાં અપક્ષ તરીકે પણ ઉમેદવારીપત્ર અમાન્ય.  જાટા પ્રેમપ્રકાશ દીપાજી : રાજ્યના અનુ. જાતિના હોવાનો સક્ષમ અધિકારનો દાખલો રજૂ થયેલો નથી, માટે અસ્વીકાર.  માંડવી : ગોહિલ શક્તિસિંહજી હરિચંદ્રસિંહજી : પ્રથમ માન્ય રહેતાં વધારાનાં ત્રણ રદ.  જાડેજા વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ : પ્રથમ માન્ય રહેતાં વધારાનાં બે રદ.  ગઢવી મહેન્દ્રભાઇ નારાયણ : ભારતીય જનતા પાર્ટીના ડમી હોતાં રદ.  પલેજા હનીફ હુસેનભાઈ : 10 ટેકેદાર ન હોતાં રદ.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer