ભચાઉના હરિજનવાસના રહેવાસીની જમીન શ્રીસરકાર થઇ જતાં આમરણાંત ઉપવાસ

ભચાઉ, તા. 22 : અત્રે હરિજનવાસમાં રહેતા અરજદારની જમીન તલાટી રેવન્યૂ શાખાની ભૂલથી શ્રીસરકાર થઇ જતાં મામલતદાર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ આરંભ્યા હતા. આ અંગે 75 વર્ષના કલાબેન અમરાએ તેમની જમીન અન્યના નામે ચડી જતાં તેમનો હક્ક નાબુદ ન થાય તે માટે 7 વર્ષ પહેલાં તેમના પતિ સ્વ. અમરા કેશા હરિજને આ પ્રશ્ને ભચાઉ મામલતદારમાં ઉપવાસ પર ઉતર્યા હતા. લાંબા સમયથી આ હડતાળ ચાલતા તેમનું મૃત્યુ થયું હતું. તે વખતે જે કાર્યવાહી થઈ તે હક્કની જાણ તંત્રને આજ સુધી લખવા છતાં ન મળતાં આ વયોવૃદ્ધ મહિલાએ આમરણાંત ઉપવાસ આદર્યા છે. ઉપવાસને 9 જેટલા દિવસ થતાં તેમની તબિયત નરમ થઇ રહી છે. જો કે તબીબી તપાસ અને પોલીસ વ્યવસ્થા સરકારી તંત્રે રાખી છે તેમ છતાં મહિલાનો પ્રશ્ન સરકારી તંત્ર સમજી તેને ન્યાય આપવા આગળ આવે તેની પરિજનોએ માંગ કરી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer