ગાંધીધામમાં જ્યારે એક અપક્ષ ઉમેદવારને ખિસ્સાં ફંફોસવાં પડયાં !

ગાંધીધામ, તા. 22 : વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી અર્થે ગઇકાલે અંતિમ દિવસે ઉમેદવારીપત્ર ભરવા પહોંચેલા એક ઉમેદવાર પાસે ડિપોઝિટની જરૂરી રોકડ પણ નહોતી. પરિણામે તેમને પોતાના તથા અન્યોના પણ ખિસ્સા ફંફોસવાં પડયાં હતાં. મામલતદાર પાસે ઉમેદવારીપત્ર રજૂ કરીને જ્યારે આ ઉમેદવારે પોતાના ખિસ્સામાંથી રૂા. 3000 મૂકયા ત્યારે તેમને રૂા. 2000 ઘટતા હોવાનું કહેવાયું હતું. પરિણામે આ ઉમેદવાર મૂંઝવણમાં મુકાઇ ગયા હતા.કોઇએ તેમના ટેકેદારો પાસેથી લઇ લેવા કહેતાં તેમણે ટેકેદારો પાસે હાથ લાંબો કર્યો હતો. પરંતુ ટેકેદારો પાસેથી માંડ રૂા. 400 જ નીકળ્યા હતા.  ટૂંકમાં આ ઉમેદવાર ડિપોઝિટ જેટલાં નાણાંનો જોગ કરી શકયા નહોતા. ઉમેદવારની આ સ્થિતિની પાછળથી સમગ્ર કચેરીમાં ચર્ચા થતી જણાઇ હતી.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer