ભુજ વિભાગ માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્તિ

ભુજ, તા. 22 : ચૂંટણીપંચ દ્વારા 3-ભુજ વિધાનસભા સામાન્ય ચૂંટણી -  2017ના કામે જિલ્લામાં ચૂંટણી કામગીરી અને દેખરેખ તથા સંચાલન માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા 3-ભુજ વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓર્બ્ઝવર  સંતોષકુમાર યાદવ, (આઈ.એ.એસ.) સચિવ, મહિલા અને બાળકલ્યાણ  વિભાગ, ઉત્તરપ્રદેશની નિમણુંક કરવામાં આવી છે. 3-ભુજ વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી સંબંધી રજૂઆતો માટે તેનો સવારે 9થી 10 કલાક દરમ્યાન સર્કિટ હાઉસ (ઉમેદભુવન) ભુજ ખાતે `હડપ્પન' નામના રૂમમાં સંપર્ક કરી શકાશે. તેઓના લેન્ડલાઈન નં. 02832-254720 તથા મો. નં. 94844 93483 છે. જેના ઉપર પર સંપર્ક કરી શકાશે તેવું ચૂંટણી અધિકારી, 3-ભુજ વિધાનસભા મતવિસ્તાર અને પ્રાંત અધિકારી, ભુજ દ્વારા જણાવાયું છે.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer