અબડાસા વિધાનસભા વિભાગની મુલાકાત લેતા કેન્દ્રીય નિરીક્ષક

નલિયા, તા. 22 : આગામી તારીખ 9મીના યોજાનારી વિધાનસભા ચૂંટણી અન્વયે વહીવટીતંત્ર ચૂંટણી પ્રક્રિયા સુપેરે પાર પાડવા કામગીરીમાં પરોવાયું છે ત્યારે ચૂંટણીપંચની કોઈ અધૂરાશો કે ઉણપો રહેવા ન પામે તે હેતુથી કેન્દ્રીય ચૂંટણી પંચના ઓબઝર્વર અતુલકુમાર તિવારીએ 1-અબડાસા વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમની દેખરેખ હેઠળ ચૂંટણી અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલાએ નામાંકનપત્રોની ચકાસણી કરી રહ્યા હતા એ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નલિયા-કોઠારા રોડ પર હોથીવાંઢ પાસે જ્યાં ચૂંટણી કામગીરીનું સંચાલન થશે તેવા રીસીવીંગ અને ડીસ્પેચ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. સ્થાનિક ચૂંટણીપંચના અધિકારી, કર્મચારીઓ સાથે જરૂરી પરામર્શ  પણ કર્યો હતો. આઈ.એ.એસ. એવા કેન્દ્રીય ગ્રામ વિકાસ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે સેવા આપતા આ અધિકારીને કેન્દ્રીય ઓબઝર્વર તરીકે નીમવામાં આવ્યા છે. તેમણે નલિયા વી.એલ. હાઈસ્કૂલ ખાતે મતદાન બૂથો જ્યાં ઉભા કરાશે તે રૂમોનું પણ નિરીક્ષણ કર્યું હતું. નારાયણસરોવર અને અંતરિયાળ એવા છેવાડાનાં લખપતના સુચિત બૂથરૂમોનું પણ નિરીક્ષણ કરી સઅધિકારીઓને જરૂરી સૂચના આપી હતી તેમની સાથે નખત્રાણા સિંચાઈ વિભાગના ના.કા.ઈ. વી.ડી. ભંડારકર રેન્વયૂ સર્કલ ઈન્સ્પેકટર ભાવેશ દનાણી વગેરે સાથે રહી જરૂરી વિગતો પૂરી પાડી હતી.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer