મુંબઇના જાણીતા લેખક-વક્તાના ભુજ-અંજારમાં 25મીથી ચાર દિવસીય કાર્યક્રમો

ભુજ/અંજાર, તા. 22 : મુંબઇના જાણીતા લેખક-વક્તા અને `પ્રસન્ન બને આ જિંદગી'ના સર્જક ચંદ્ર ખત્રીના ભુજ અને અંજારમાં તા. 25મીથી ચાર દિવસીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ભુજ ઇન્નર વ્હીલ ક્લબ, અંજાર રોટરી ક્લબ અને લોહાણા ઇન્ટરનેશનલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તા. 25ના સવારે 7-30 વાગ્યે અંજારની ડી. વી. શેઠ હાઇસ્કૂલ, 9-30 કલાકે શેઠ?ડુંગરશી ગાંગજી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ માટે તેમજ રાત્રે 8 કલાકે રોટરી હોલ ખાતે, તા. 26ના સાંજે 5-30 વાગ્યે અંજાર ટાઉન હોલ ખાતે, તા. 27ના સવારે 7-30 કલાકે ઇન્દ્રાબાઇ?ગર્લ્સ હાઇસ્કૂલ-ભુજ, 9-30 વાગ્યે પટેલ કોલેજ, બપોરે 3 કલાકે સેન્ટ્રલ જેલના કેદીઓ માટે, તા. 28ના સવારે 8 વાગ્યે વી.ડી. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમોમાં લેખક ચંદ્ર ખત્રી દ્વારા `જીવનને, સંતાપને પ્રસન્ન જીવનમાં રૂપાતંરિત કરવાના તાલીમ-પ્રયોગો રજૂ કરાશે તેવું અંજાર રોટરી ક્લબના ધર્મેશ ઠક્કર, સેક્રેટરી હીરલ શાહ, પ્રોજેક્ટ?ચેરમેન રાજેશ પલણ, ભુજ રોટરીના પ્રફુલ્લ ઠક્કરે જણાવ્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer