શનિવારે પાર્શ્વવલ્લભ ઇન્દ્રધામે છ મુમુક્ષુને મુહૂર્ત પ્રદાન કરાશે

માંડવી, તા. 22 : ભુજ-નખત્રાણા હાઇવે પર આવેલા યક્ષ બૌંતેર નજીક પાર્શ્વવલ્લભ ઇન્દ્રધામ તીર્થમાં જૈનાચાર્ય અભયશેખરસૂરિશ્વરજી મ.સા. તા. 25/11 શનિવારે સવારે છ?મુમુક્ષુઓને પ્રવજ્યા મંગળમુહૂર્ત પ્રદાન કરશે. આ પ્રસંગે સંગીત સાથેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત નિવાસી મહેતા ઝુમખચંદ ત્રિભુવનદાસ એક જ પરિવારના પાંચ મુમુક્ષુઓ પરાગકુમાર ભદ્રેશભાઇ મહેતા (17 વર્ષ), આંગીકુમારી મનીષભાઇ?મહેતા (21 વર્ષ), મોક્ષીકુમારી (લબ્ધી)?હરસુખભાઇ?મહેતા (18 વર્ષ), ક્રિયાકુમારી નિકેશભાઇ મહેતા (18 વર્ષ) અને ક્રિશાકુમારી મનીષભાઇ મહેતા (13 વર્ષ) તેમજ અન્ય પરિવારના જયકુમાર હરેશભાઇ?મળી કુલ્લ 6 મુમુક્ષુઓ ભરયુવાનીએ સંસારનો ત્યાગ કરી સુરતમાં દીક્ષા અંગીકાર કરનાર હોવાનું માંડવી તપગચ્છ જૈનસંઘના પૂર્વ ટ્રસ્ટી દિનેશભાઇ મણિલાલ શાહે જણાવ્યું હતું.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer