કચ્છના ખનિજોનું વળતર કચ્છને આપો

કચ્છના ખનિજોનું વળતર કચ્છને આપો
મુંદરા, તા. 21 : 2-માંડવી વિધાનસભા ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરવાની સાથે કાર્યકર સંમેલનમાં બોલતાં કેંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કચ્છના પેટાળમાંથી અબજો રૂા. કેન્દ્ર સરકારને મળતા હોય ત્યારે તેનો હિસ્સો કચ્છને મળવો જોઇએ. ફોર્મ ભરતાં પૂર્વે યોજાયેલા સંમેલનને સંબોધતાં શ્રી ગોહિલે સ્થાનિક બેરોજગારીનો મુદ્દો ઉપાડી કહ્યું કે, ઉદ્યોગોનો ભલે વિકાસ થાય પણ?ઉદ્યોગની 30 કિ.મી.ની ત્રિજ્યામાં આવતા બેરોજગાર યુવાનોને ઉદ્યોગમાં કામ મળવું જોઇએ. કચ્છના કારણે નર્મદા બંધની ઊંચાઇની માન્યતા કોંગ્રેસના પ્રયત્નોથી મળી છે પરંતુ કચ્છના છેવાડાના કિસાનો સુધી નર્મદાનાં જળ મળ્યાં નથી. તેમણે કપાસ અને મગફળીનો ભાવ પોષણક્ષમ મળતો નથી તેવું જણાવી કિસાનોને થતા અન્યાયના મુદ્દે કોંગ્રેસ સરકાર બનાવશે તો ખેડૂતોની નારાજગી દૂર કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. મુંદરા તા. કોંગ્રેસના પ્રમુખ મીઠુભાઇ મહેશ્વરીએ સ્વાગત પ્રવચન અને કિશોરસિંહ પરમારે પ્રસંગ પરિચય આપ્યો હતો, જ્યારે પ્રાસંગિક પ્રવચન જયકુમાર સંઘવી, નવલસિંહ જાડેજા, લખુરામ ગોરડિયા, રસિક દોશી, હાજી જુમ્મા રાયમા, કલ્પનાબેન જોષી, પ્રકાશ ગઢવી, બુધાભાઇ ગઢવી, કમલેશ ગઢવી, હરિસિંહ જાડેજા, કિશોરભાઇ પિંગોલ, પ્રદ્યુમનસિંહ જાડેજાએ કર્યા હતા. સૌએ શ્રી ગોહિલને વિજયી બનાવવા અપીલ કરી હતી. શ્રી ગોહિલે પ્રાંત અધિકારી સમક્ષ ટેકેદારોની સાથે ચૂંટણી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે મુંદરા તા. ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખ નારાણભાઇ ગઢવી, વિરાટ?દેવીપૂજક સંઘના રમેશભાઇ કુંવરિયા સહિતના કોંગ્રેસમાં જોડાતાં તેમનું ખેસ પહેરાવીને શ્રી ગોહિલે સ્વાગત કર્યું હતું. મુંદરા અને માંડવીના અગ્રણીઓનું કાર્યક્રમના મુખ્ય સૂત્રધાર હાજી સલીમભાઇ જતે સ્વાગત કર્યું હતું. કોંગ્રેસ મહિલા પાંખ, આઇ.ટી. સેલ, યુવા કોંગ્રેસ, લઘુમતી-લીગલ સેલ દ્વારા ફૂલની માળા દ્વારા શ્રી ગોહિલને સન્માનિત કરવામાં આવ્યા હતા. માંડવી-મુંદરાના લઘુમતી અગ્રણીઓ મંચસ્થ થયા હતા. પ્રભારી કિશોરસિંહ રાણા, શૈલેન્દ્રસિંહ જાડેજા, ચંદુભા જાડેજા, ઘનશ્યામસિંહ ભાટી, શિવદાસભાઇ  પટેલ, જયરાજસિંહ પરમાર, અમૃતભાઇ પટેલ, ઇકબાલભાઇ?મંધરા, મહાદેવા આહીર, વિંઝાણના કિશોરસિંહ જાડેજા ઉપરાંત અબડાસા-ભાવનગર, માંડવી, મુંદરાના આગેવાનો જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન નવીન ફફલે કર્યું હતું. 
  મિલ્કતનું વર્ણન  શક્તિસિંહજી હરિચન્દ્ર-સિંહજી ગોહિલે હાથ ઉપરની રોકડ રૂા. 75450, થાપણ (રોકાણ) રૂા. 31,02,300, વ્હિક્લ 3 - કિંમત 4,25,000, સોનું 12 તોલા - કિંમત 3,78,720, બધું મળી કુલ મૂલ્ય રૂા. 60,53,740, કૃષિ વિષયક જમીન ભાવનગરમાં હેકટર 5-19-01 - બજાર કિંમત 10,90,000 તથા અન્ય હે. 3-53-09 બજાર કિંમત 3,25,100, ભાવનારમાં ઓફિસ-1? બજાર કિંમત 5,75,000, રહેણાંકનું મકાન ગાંધીનગર કિંમત 1,25,5000, ભાવનગરમાં 9,50,000, આવકવેરા રિટર્નમાં વાર્ષિક આવક રૂા. 13,90,070. તેમણે ભાવનગર યુનિવર્સિટીમાંથી બી.એસ.સી. એલએલ.બી., ડિપ્લોમા ઈન જર્નાલિઝમ અને સૌરાષ્ટ્ર યુનિ.માંથી એલએલ.એમ.ની ડિગ્રી મેળવી છે. કોઈ લેણું બાકી નથી.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer