અબડાસા વિભાગના ભાજપના ઉમેદવારે વિશાળ સમર્થકો સાથે નામાંકનપત્ર ભર્યું

અબડાસા વિભાગના ભાજપના ઉમેદવારે  વિશાળ સમર્થકો સાથે નામાંકનપત્ર ભર્યું
નલિયા, તા. 21 : વિધાનસભાની ચૂંટણી અન્વયે નામાંકનપત્ર ભરવાના અંતિમ દિવસે અબડાસા વિધાનસભા બેઠક માટે ધારણા મુજબ છબીલભાઇ પટેલ પર ભાજપે પસંદગીનો કળશ?ઢોળતાં આજે તેમણે વિજયમુહૂર્તે ચૂંટણી અધિકારી સમક્ષ નામાંકનપત્ર ભર્યું હતું. 56 વર્ષીય છબીલભાઇ બે વખત ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. એલએલ.બી. સુધી ભણેલા એવા ભાજપના ઉમેદવારના ડમી ઉમેદવાર તરીકે જયસુખભાઇ પટેલે ફોર્મ ભર્યું હતું. નામાંકનની પ્રક્રિયા ચૂંટણી અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલાએ કરી હતી. આ પૂર્વે છત્રસિંહ જીવણજી જાડેજા (ભારત ઓટો)?ખાતે યોજાયેલા વિરાટ કહી શકાય એવા કાર્યકર સંમેલનમાં જિલ્લા પ્રદેશ?ઉપાધ્યક્ષ જેન્તીભાઇ?ભાનુશાલીએ જણાવ્યું હતું કે, છેવાડાના આ વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચાડી નંદનવન બનાવવાનું છે.ઉમેદવાર છબીલભાઇ પટેલે પ્રજાને ધારાસભ્યને પારખવાનો સમય આવી ગયો હોવાનું જણાવીને વિજયી થશે તો સક્રિય રહેવાનો કોલ આપ્યો હતો.સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, પોતાનો ધારાસભ્ય હોય તો વિકાસકામો વધુ થાય. છબીલભાઇને જંગી બહુમતીથી વિજયી બનાવવા તેમણે અનુરોધ કર્યો હતો. જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલે રાજ્ય અને દેશમાં સરપંચથી સાંસદ સુધી ભાજપના પદાધિકારીઓ હોય ત્યારે ધારાસભ્ય તરીકે પોતાનો ધારાસભ્ય હોવો અનિવાર્ય છે. લખપતના સુરેન્દ્રસિંહ જાડેજા, નખત્રાણા ભાજપ પ્રમુખ રાજેશ પલણ, વિક્રમસિંહ સોઢા, ભરતભાઇ?સોની, પ્રવીણસિંહ વાઢેર, ઇન્ચાર્જ વિક્રમસિંહ જાડેજા વગેરેએ `કમળ'ને વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો. અબડાસા વિધાનસભા વિસ્તારના પ્રભારી, ઉત્તરપ્રદેશ સરકારના મંત્રી એવા અનિલસિંહ રાજપૂત, નખત્રાણા-અબડાસાના તા.પં.ના પ્રમુખો ભરત સોમજિયાણી, ઉષાબા જાડેજા, ઇન્દ્રજિતસિંહ જુવાનસિંહ જાડેજા, સામાજિક અગ્રણી છત્રસિંહ જાડેજા, અબડાસા-લખપત-નખત્રાણાના ભાજપ પ્રમુખો ઉમરશીભાઇ?ભાનુશાલી, વેસલજી તુંવર, રાજેશ પલણ, પૂર્વ તા.પં. પ્રમુખ મૂળરાજભાઇ ગઢવી, ભાજપ મહામંત્રી હિંમતસિંહ જાડેજા, વાડીલાલ પટેલ, તા.પં.ના પદાધિકારીઓ સાલેમામદ મંધરા, મહેશોજી સોઢા, હકૂમતસિંહ જે. જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, કાનજીભાઇ?ગઢવી, પૂર્વ જિ.પં. સદસ્ય અનિરુદ્ધસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 
  મિલકતોની વિગત  દરમ્યાન, ભાજપના ઉમેદવાર છબીલભાઇ પટેલ પાસે બે કરોડ 25 લાખ 13 હજાર સાતસો પચાસની સ્થાવર મિલકત જેમાં ખેતીની જમીન, મકાન, પ્લોટ?વગેરેનો સમાવેશ?થાય છે. બેંક ખાતામાં 26 લાખ 74 હજાર 909, મ્યુચ્યુઅલ ફંડમાં 11 લાખ 23 હજાર 500, નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં 13 લાખ 52 હજાર 858, અન્ય સ્થળે 15 લાખ?65 હજાર 674નું રોકાણ કરેલું છે. રૂા. 30 હજારનું સોનું ઉપરાંત રોકડ હાથ?પર એક લાખ 20 હજારની રકમ સોગંદનામામાં દર્શાવી છે.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer