લેવા પટેલોની નારાજગી અપક્ષરૂપે નોંધાઇ

લેવા પટેલોની નારાજગી  અપક્ષરૂપે નોંધાઇ
ભુજ, તા. 21 : ગત ટર્મમાં આર. એસ. હીરાણીની અપક્ષ?ઉમેદવારી સાથે બહાર નીકળી આવેલા ભાજપના ટેકેદારો આ વખતે બંને પક્ષો સામે નારાજગી દર્શાવી સુખપરના મનજી માવજી ગોરસિયાએ અપક્ષરૂપે  આજે ટેકેદારો સાથે ફોર્મ રજૂ કરતાં કેસરિયા ઉમેદવારમાં ચિંતા વધી છે. એક સૂરે આગોતરી ટિકિટ માગી છતાં બંને પક્ષોએ ધ્યાન ન દેતાં જ્ઞાતિએ અંદરોઅંદર નિર્ણય લઇ આ વખતે છેક સુધી લડી લેવા મન બનાવ્યું છે. કોંગ્રેસના અરજણભાઇ ભુડિયા એક તબક્કે અપક્ષ લડવા તૈયાર થઇ?ગયા હતા પણ ગત રાત્રે 10.30 પછી તેઓ અચાનક ગુમ થઇ ગયા હતા. તરેહ તરેહની ચર્ચા દિવસભર ચાલ્યા પછી સુખપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને લેવા  પટેલ અગ્રણી મનજીભાઇને જ્ઞાતિના પ્રતિનિધિત્વરૂપ મેદાનમાં ઉતારી દેવાયા હતા. ન કોઇને હરાવવા કે ન કોઇને જીતાડવા, માત્ર ને માત્ર જીતવાના ધ્યેય સાથે મેદાને ઊતર્યા છીએ તેવો પ્રતિભાવ આપતાં ટિકિટપાત્ર પસંદગી સામે ભારે નારાજ માવજીભાઇ?રાબડિયાએ કહ્યું, અમને આશા છે કે આગામી સમયમાં અમારી ઉમેદવારીને કચ્છી લેવા પટેલ સમાજ અને સત્સંગ ચોવીસી ટેકો જાહેર કરી પોતાની લાગણી પ્રદર્શિત કરશે. અચાનક નોંધાયેલી ઉમેદવારીથી ભુજ બેઠક પુન: હાઇ વોલ્ટેજ બને તેવા અણસાર હોવાનું જાણકારો કહી રહ્યા છે.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer