મુંદરામાં દેશની પ્રથમ રિમોટ ઓપરેટેડ રેઇલ માઉન્ટેડ ગેન્ટ્રી ક્રેનનો ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ઉમેરો

મુંદરામાં દેશની પ્રથમ રિમોટ ઓપરેટેડ રેઇલ માઉન્ટેડ ગેન્ટ્રી ક્રેનનો ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ઉમેરો
મુંદરા, તા. 21 : ગ્લોબલ ટ્રેડ સક્ષમ ડીપી વર્લ્ડ દ્વારા મુંદરા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ (એમઆઇસીટી) સંચાલિત ગુજરાતની મેરીટાઇમ અને લોજીસ્ટીક ઇન્ડસ્ટ્રીને પરિવર્તિત કરવા માટે ટર્મિનલ ખાતે નવી કવે ક્રેન અને દેશની પ્રથમ એવી રિમોટ ઓપરેટેડ રેઇલ  માઉન્ટેડ ગેન્ટ્રી ક્રેનનો ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ઉમેરો કરાયો છે. આવી ક્રેન વિશાળ કદના જહાજોના હેન્ડલિંગ માટે અને રેલગાડીના સિગ્નલ જેવી યાંત્રિક રચના ગોઠવવા માટે સક્ષમ છે. નવી ક્વે ક્રેન (સુપર પોસ્ટ પાનામેક્સ અને 60 મીટર્સ ટ્વિન લિફ્ટ) અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ છે અને તે નેકસ્ટ જનરેશનના વિશાળ કદના જહાજોના હેન્ડલિંગ માટે સક્ષમ છે. તેમાં રિમોટ ક્રેન મેનેજમેન્ટ સિસ્ટમ (આરસીએમએસ) સામેલ છે જે ઇક્વિપમેન્ટની ઉપલબ્ધતા વધારે છે અને  મેઇન્ટેનન્સનું આયોજન કરવામાં મદદરૂપ થાય છે. ટર્મિનલમાં તેના હાલના રબર ટાયર્ડ ક્રેન્સ (આરટીએસ)ને ડીપી વર્લ્ડના પર્યાવરણની જાળવણીની સુરક્ષા માટેની તથા ભવિષ્યના નિર્માણ માટેની પ્રતિબદ્ધતા સાથે વેગવાન બનાવવામાં આવી છે. ડીપી વર્લ્ડ એસસીઓના એસવીપી અને એમડી અનિલસિંઘે કહ્યું હતું કે, રેલ માઉન્ટેડ ગેન્ટ્રી ક્રેનની સ્થાપના સાથે નવી ક્વે ક્રેન કંપનીના  લિડિંગ ધ ફ્યુચર ઓફ વર્લ્ડ ટ્રેડના વિઝનને અનુરૂપ છે. આ રોકાણ અમારા ભારત સરકારના પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર અને એન્હેન્સમેન્ટ તરફના અમારા સહયોગને  સુનિશ્ચિત કરે છે. ડીપી વર્લ્ડ ખાતે અમે ભારતમાં સુરક્ષા ઓપરેશનલ કાર્યક્ષમતા અને પર્યાવરણની જાળવણી અંગે  ભાવિ પોર્ટ ડેવલપમેન્ટ મોડેલના નિર્માણ માટે આતુર છીએ. ડીપી વર્લ્ડ મુંદરાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંદીપ મહેતાએ કહ્યું હતું કે, ડીપી વર્લ્ડ ખાતે કસ્ટમર સર્વિસ અમારી તમામ કામગીરીના કેન્દ્રમાં છે. અમે અમારા ઇન્ફ્રાસ્ટ્રકચર અને આઇટી સિસ્ટમમાં અમે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને મૂલ્યવર્ધન માટે સતત રોકાણ કરીએ છીએ. એડવાન્સ ટેકનોલોજી અને ઓટોમેશનથી ટર્મિનલની કાર્યક્ષમતા વધશે અને ટર્મિનલ ખાતે બર્થ પ્રોડક્ટિવિટીમાં પણ વધારો થશે. એમઆઇસીટી ગુજરાતનું આ ઉપલબ્ધિ મેળવનાર પ્રથમ ટર્મિનલ બન્યું છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer