ભચાઉમાં મફત ભોજનાલયનો પુન: પ્રારંભ

ભચાઉમાં મફત ભોજનાલયનો પુન: પ્રારંભ
ભચાઉ, તા. 21 : અહીં 1978થી ચાલતું મફત ભોજનાલય ભૂકંપમાં ધ્વંસ થયા બાદ પુન: રૂા. 65 લાખના ખર્ચે આધુનિક બનાવી ખુલ્લું મુકાયું હતું. ઉદ્ઘાટન સમારોહમાં ભોજન ખર્ચ માટે રૂા. 5 લાખનું દાન એકત્ર થયું હતું. અત્રે જૂના વથાણ ચોક હાલના જય માતાજી ચોકમાં 4000 ફૂટની જગ્યા પર ઉપર- નીચે મળી 5200 ફૂટનું બાંધકામ કરાયું છે. મુંબઇથી મોટી સંખ્યામાં ઓસવાળો અને સ્થાનિકે લોહાણા, ક્ષત્રિયો, સોની, પટેલ સહિતની વિવિધ જ્ઞાતિના અગ્રણીઓની હાજરીમાં ઉદ્ઘાટન ધનલક્ષ્મીબેન લખમશી ભારમલ સતરાના હસ્તે વાજતેગાજતે કરાયું હતું. પ્રારંભે ચંદનરેખાશ્રીજી મહાસતીજી આદિ ઠાણાએ માંગલિક બાદ જણાવ્યું કે, જૈન સમાજ સંચાલિત આ ભોજનશાળામાં વથાણ ચોકમાં આવનાર ભૂખ્યાને દાળ-રોટલા થકી જરૂર શાતા મળશે. તેમણે 1978થી 2001પર્યંત ચાલેલી આ સેવા પુન:?શરૂ થઇ?છે, તેમાં સૌના સહિયારે આપણે આ કામમાં ભાગીદાર બનીએ. ટ્રસ્ટના મંત્રી પ્રવીણભાઇ?ગાલા (મુંબઇ)એ ભચાઉના જૈન શ્રેષ્ઠી થાવરભાઇ?આસપાર સ્થાપક ટ્રસ્ટી 1973થી આ સેવાની ઇચ્છા ભચાઉ?વીશા ઓસવાળ જૈન મહાજન સમક્ષ?કરતાં તેનો સ્વીકાર કરી 1978થી શરૂઆત થઇ?તેની વિગતો આપતાં આ સેવાના તત્કાલીન ટ્રસ્ટીઓ સ્વ. નેણશી લગધીર ગડા (વકીલ), સ્વ. લખમશી ભારમલ સત્રા, લખમશી ભારમલ નીશર, સ્વ. રૂપશી પદમશી નંદુ, સ્વ. થાવર આસપાર છાડવા, સ્વ. ખીમજી પુનશી નીશર, સ્વ. ડો. મણશી લધાભાઇ ગડા, સ્વ. કાનજી માંડણ ગાલા, સ્વ. દેવશી ખાખણ નંદુ, સ્વ. લખમશી ગોવર નીશર વગેરે સહિતના સૌ સહયોગીઓના પ્રદાનને યાદ કર્યા હતા. ઉપરાંત હાલમાં ફોટો યોજના હેઠળ?175 ફોટા મુકાશે તેવી માહિતી આપી હતી. વરિષ્ઠ ધારાશાત્રી નવીનભાઇ?ઠક્કરે રૂા. 51000નું દાન, ઓસવાળ વેપારી જેઠાલાલભાઇ ચાવાળા પાસે રૂા. 70 હજાર કોઇ?નિરાધારના જમા હતા તે પણ?અનાજ માટે દાનમાં આપ્યા હતા. બાંધકામ માટે ભચાઉના ઓસવાળ સિવાય કોઇનું દાન લેવાતું નહીં, બાકીનાઓએ ભોજન ખર્ચ માટે દાન ઉમંગભેર આપ્યું હતું. લાકડિયાના એક અગ્રણી, બાંધકામના કોન્ટ્રેકટર હીરજીભાઇ વરસાણી (માનકૂવા)?તેમજ લખમશીભાઇ ઠક્કરે પોતાના દાદા ખટાઉબાપાની  સેવાની સ્મૃતિમાં દાન આપ્યું હતું. પ્રમુખ ટ્રસ્ટી ધરમશી લખમશી સત્રા, ઉપપ્રમુખ ખીમજી રણધીર છાડવા, કેતન મોણશી છાડવા, સહમંત્રી બિપિન થાવર છાડવા, લાલજી કરશન કારિયા વગેરે મહેમાનોનું બહુમાન કર્યું હતું. આભારવિધિ ખજાનચી ખીમજી દેવશી નંદુએ કરી હતી.    

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer