ઉપધાન તપની આરાધનામાં કચ્છ-સૌરાષ્ટ્રના 255 ભાવિક જોડાયા

ઉપધાન તપની આરાધનામાં કચ્છ-સૌરાષ્ટ્રના 255 ભાવિક જોડાયા
માંડવી, તા. 21 : ભુજ-નખત્રાણા હાઇવે પર યક્ષ બૌંતેરા નજીક જૈનાચાર્ય અભયશેખરસૂરિશ્વરજી મ.સા. સહિત 36 જેટલા સાધુ અને સાધ્વીજીની હાજરીમાં ગત 9મી નવેમ્બરથી પ્રારંભ થયેલા 47 દિવસના ઉપધાન તપની આરાધનામાં કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાત અને સમગ્ર ભારતમાંથી 255 આરાધકો જોડાયા છે. ઉપધાન તપની આરાધના કરનારા તમામ આરાધકો  તા. 21/11 ને મંગળવારના 13મા દિવસમાં પ્રવેશ કર્યો હતો. ઉપધાન તપની આરાધના કરાવવાનો સંપૂર્ણ લાભ હાલમાં મુંબઇ રહેતા દાતા લીલાવંતીબેન લાલચંદ શેઠ?(ગુંદિયાળી), કુસુમબેન બાબુલાલ વોરા (સુખપર), ચંચળબેન ચીમનલાલ સાવલા (નાની તુંબડી), ચંચળબેન મોહનલાલ?શાહ (મંજલ) અને વેલુબેન કાંતિલાલ વોરા (ચિત્રોડ)એ લીધો હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી દિનેશભાઇ?શાહે જણાવ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે, જૈનાચાર્ય અભયશેખરસૂરિશ્વરજી મ.સા.ની હાજરીમાં અત્યાર સુધી ઉપધાન તપની આરાધના કરનારા 2500થી 3000 આરાધકોએ માળ પહેરી છે જેમાંથી 14 આરાધકોએ સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કર્યું છે. 47 દિવસની આ ઉગ્ર આરાધનામાં આરાધકો 47 પૌષધ, 1410 સામાયિક, 21 ઉપવાસ, 10 આયંબિલ, 16  નિવી, 47 પરિમૂઠ પચ્ચખાણ, 4700 લોગસ્સનો કાઉસ્સગ્ગ 1 લાખ નવકાર મહામંત્રના જાપ અને 4700 ખમાસણ (ક્રિયાના અલગથી) થશે. દાતા પરિવારના મનોજભાઇ?શેઠ, કીર્તિભાઇ વોરા, મિતેશભાઇ?સાવલા, સુનીલભાઇ?શાહ, પ્રદીપભાઇ વોરા, પાર્શ્વવલ્લભ ઇન્દ્રધામ તીર્થના પ્રમુખ?વીરસેનભાઇ શાહ તેમજ ટ્રસ્ટી મંડળ જહેમત ઉઠાવી રહ્યા છે. દરમ્યાન, જૈનાચાર્યની વ્યાખ્યાનમાળાનો દરરોજ ભાવિકો લાભ લઇ રહ્યા છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer