આરોગ્ય-શિક્ષણક્ષેત્રના પ્રશ્નો ઉકેલાય તો લખપત તાલુકામાં રોનક આવે

આરોગ્ય-શિક્ષણક્ષેત્રના પ્રશ્નો ઉકેલાય તો લખપત તાલુકામાં રોનક આવે
દયાપર (તા. લખપત), તા. 21 : અંતરિયાળ સરહદી એવા તાલુકામાં ગરીબ અને મધ્યમ કક્ષાના લોકો માટે અનેક પ્રાણ પ્રશ્નોમાં ખાસ કરીને સ્વરોજગારી, શિક્ષણ, આરોગ્ય છે. તાલુકાના મુખ્ય મથક દયાપરમાં એકમાત્ર પી.એચ.સી.ને સી.એચ.સી.માં રૂપાંતર કરાયું છે પરંતુ સુવિધા ઠેરની ઠેર છે.દયાપર મથકથી આજુબાજુના લગભગ 110 જેટલા ગામો સંકળાયેલા છે જેથી સી.એચ.સી.માં કાયમી ધોરણે સારા ડોકટરની નિમણૂક કરાય તેવું મિથુન ઠક્કરે જણાવી સાથેસાથે સાધનસામગ્રીની વ્યવસ્થા કરાય તો લોકોને સુવિધા મળે. હાલે લોકોને નિદાન માટે નખત્રાણા અથવા ભુજ જવું પડે છે. જેનો ખર્ચ અંદાજિત 1000થી 2000 થાય છે. જો પી.એચ.સી. સેન્ટરોમાં સ્ટાફ, તબીબ અને દવાની સુવિધા ઉપલબ્ધ કરાય તો લોકો અસાધ્ય રોગની વિનામૂલ્યે સારવાર લઇ શકે. તાજેતરમાં જ દયાપરને ઉચ્ચ શિક્ષણ માટે મળેલી એકમાત્ર કોલેજની સુવિધામાં ખૂટતી કડી પૂરાય તથા શિક્ષકોની નિમણૂક તાત્કાલિક ધોરણે કરાય તો આ સરહદી તાલુકાના લોકોને મદદરૂપ  થઇ શકાય તેમ છે. જેથી સરકારી યોજના હેઠળ આરોગ્ય અને શિક્ષણની સેવા સુધારી આ તાલુકામાં ચોક્કસ રોનક આણી શકાય તેવું શ્રી ઠક્કરે ઉમેર્યું હતું.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer