નવી દુધઈ ખાતે ચાર માસથી માર્ગ ખોદીને રાખી દેવાતાં નિરંકારી કોલોનીના લોકો ત્રસ્ત

નવી  દુધઈ ખાતે  ચાર માસથી માર્ગ  ખોદીને  રાખી દેવાતાં નિરંકારી કોલોનીના લોકો ત્રસ્ત
નવી દુધઈ, તા. 21 : અંજાર તા. ના આ ગામે નિરંકારી  કોલોનીમાં છેલ્લા ચાર મહિનાથી પેવર બ્લોક માર્ગ મંજૂર થયો છે. પરંતુ 3 મહિના અગાઉ રોડનું ખોદકામ કરીને મૂકી દેવાતાં ખાડા-ટેકરાના હિસાબે લોકો પડી જતાં ઈજા પહોંચી રહી છે.આ કામ ચાલુ કરવા માટે વાંરવાર રજૂઆતો કરવા છતાં માત્ર કોન્ટ્રેક્ટ આપી દીધો હોવાનું જણાવી જવાબદારીમાંથી હાથ ઊંચા કરી નાખે છે. બેથી ત્રણ વખત તા.પં. પ્રમુખને ફોન પર જાણ કરતાં તેમણે બે દિવસમાં કામ ચાલુ થઈ જશે તેમ જણાવ્યું હતું પણ આજ દિન સુધી કામ શરૂ થયું નથી.જો તાત્કાલિક ધોરણે આ રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો આવનાર વિધાનસભાની ચૂંટણીમાં કોલોનીના લોકો મતદાનનો બહિષ્કાર કરી ગાંધીચીંધ્યા માર્ગે જશે તેવું શશીકાંત સાભુંદા, અક્ષય વોરા, રાજેશ વોરા, કાંતિગર ગુંસાઈ, નીલેશ વોરા, જિગર કાકરેચા અને કોલોનીના તમામ લોકોએ જણાવ્યું હતું.    

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer