ગાંધીધામમાં યોજાઇ ચિત્ર સ્પર્ધા તથા પ્રદર્શન : વિજેતાને ઇનામો

ગાંધીધામમાં યોજાઇ ચિત્ર સ્પર્ધા તથા પ્રદર્શન : વિજેતાને ઇનામો
ગાંધીધામ, તા. 21 : અહીંના મારવાડી યુવામંચ અને રાજસ્થાન જૈન નવયુવક મંડળ દ્વારા અમરચંદ સિંઘવી ઇન્ટર નેશનલ શાળા ખાતે અંતર શાળા ચિત્ર સ્પર્ધા તથા ચિત્ર પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં 21 શાળાના 83 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધો. 5થી 7, ધો. 8થી 10 અને ધો. 11થી 12 એમ ત્રણ ગ્રુપમાં યોજાયેલી સ્પર્ધામાં દરેક શાળામાંથી વધુમાં વધુ પાંચ સ્પર્ધકોના નામ નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિષયને અનુરૂપ કૃતિની રચના કરી રંગો પૂર્યા હતા. સાંજના સમયે આ ચિત્રોનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તદઉપરાંત ત્રણ ગ્રુપના વિજેતાઓને સંસ્થાના હોદેદારો દ્વારા ઇનામ આપી બિરદાવવામાં આવ્યા હતા. તેમજ પ્રત્યક્ષ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. આયોજનને સફળ બનાવવા માટે યુવા મંચના મંત્રી જિતેન્દ્ર જૈન (શેઠિયા), પૂર્વ પ્રમુખ નંદલાલ ગોયલ, સુરેશભાઇ નાહટા, પ્રશાંત અગ્રવાલ, સુનીલ બજાજ, ગુજરાત પ્રાંત યુવા મંચના પ્રમુખ રાજેશ અગ્રવાલ સ્પર્ધાના સંયોજક ઓમપ્રકાશ સરિયાલા, પારસ જોયા, વિકાસ જૈન, રાજેન્દ્ર લુડક તથા શાળાના સ્ટાફગણે સહકાર આપ્યો હતો.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer