નાડાપામાં વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

નાડાપામાં વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી  અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
નાડાપા (તા. ભુજ), તા. 21 : વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે ભુજ દક્ષિણ રેન્જ, કચ્છ પૂર્વ વન વિભાગ કચ્છ વન વર્તુળ દ્વારા સરકારી શાળામાં વિદ્યાર્થીઓ તથા સ્થાનિક લોકોને વન્ય પ્રાણીઓ વિશે સમજ આપવામાં આવી તથા વન્ય પ્રાણીઓને લગતી ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી તથા સ્થાનિક ગ્રામજનોને વન્ય પ્રાણીઓના જતન તથા સંરક્ષણ બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા. નાયબ વન સંરક્ષક કચ્છ પૂર્વ વન વિભાગ, ભુજના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં જી. બી. ગઢવી, પરિક્ષેત્ર વન અધિકારી ભુજ (દક્ષિણ) રેન્જ, એલ.કે. સુમરા-વનપાલ (નાડાપા), સી.વી. ભગત-વનપાલ, નીતિન મકવાણા-વનપાલ, આર. બી. મકવાણા-વનરક્ષક તથા મુકેશ કાના માતાએ જહેમત ઉઠાવી હતી. નાડાપા સરકારી શાળાના આચાર્ય મીનાબેન સોની તેમજ શાળાના સ્ટાફે સહકાર આપ્યો હતો. આ પ્રસંગે નાડાપા ગામના સરપંચ દેવજીભાઇ અધુભાઇ કાગી, ઉપસરપંચ વાલજીભાઇ ગોપાલભાઇ ડાંગર, આહીર સમાજના પ્રમુખ દતુભાઇ દાનાભાઇ ચાડ, ગૌશાળાના પ્રમુખ ગોપાલભાઇ વેરાભાઇ ડાંગર, દેવાભાઇ રવાભાઇ ફફલ, કંકુબેન વાલજી ચાડ, લખપણ માવજી માતા, માવાભાઇ નારણ ડાંગર તથા માજી સરપંચ હરિભાઇ ધના માતા અને ગોકુળભાઇ કાનજીભાઇ ડાંગર તથા ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. ગામના આગેવાનો દ્વારા વન અધિકારીઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer