ભુજના મચ્છીયારા ફળિયાના ખૂનકેસમાં મૃતકની પત્નીની ચીમકી બાદ ચારની ધરપકડ

ભુજ, તા. 21 : શહેરમાં મચ્છીયારા ફળિયા વિસ્તારમાં બનેલા મારામારી અને ખૂનના કિસ્સામાં મૃતકની પત્નીએ આપેલી ચીમકી બાદ પોલીસે આજે વધુ ચાર તહોમતદારની ધરપકડ કરી હતી.  સત્તાવાર સાધનોના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીમાં  ભુજના ઇમરાન ઇબ્રાહીમ શેખ, ફિરોઝ આદમ શેખ, મંજુરઅલી-ઉર્ફે સાજીદ કેવર અને પરવેઝ અબ્દુલ ચાકીનો સમાવેશ થાય છે. ભુજ શહેર બી. ડિવિઝન પોલીસે ધરપકડ બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે મૃતકની પત્નીએ આરોપીઓ ન પકડાવા પ્રશ્ને એસ.પી.ને લેખિતમાં રજૂઆત સાથે જલદ પગલાં લેવાની તૈયારી બતાવ્યા બાદ આજે આ ધરપકડો થઇ હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer