ગાંધીધામમાં નોકરીથી કાઢી મુકાતાં છરીથી હુમલો

ગાંધીધામ, તા. 21 : શહેરનાં અપનાનગરમાં એક યુવાને વીડિયો ગેમ પાર્લરના કામમાંથી એક ઇસમને કાઢી મૂકતાં આ ઇસમે યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અપનાનગરના મકાન નંબર 149માં રહેતા રાજન વલાભાઇ પટેલ વીડિયો ગેમ પાર્લર ચલાવે છે. વોડાફોનની જૂની કચેરી નીચે ચાલતા આ પાર્લરમાં અગાઉ કામ કરતા શાકીર હુશેન શેખને આ યુવાને 15 દિવસ પહેલાં કાઢી મૂકયો હતો જેનું મનદુ:ખ રાખી આ ઇસમ યુવાનના ઘરે અપનાનગર પહોંચી ગયો હતો. જ્યાં ભેઠમાંથી છરી કાઢી આ ફરિયાદી ઉપર છરીથી હુમલો કરતાં તેને બન્ને ગાલમાં ઇજાઓ પહોંચી હતી. મારામારીના આ બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer