સામખિયાળીમાં દુકાનમાં આંકડો લેતો શખ્સ જબ્બે

ગાંધીધામ, તા. 21 : ભચાઉના સામખિયાળીમાં જંગી બાજુ જતા માર્ગ પર આવેલી એક દુકાનમાં આંકડો લખતા એક ઇસમની ધરપકડ કરી તેની પાસેથી રૂા. 2480નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સામખિયાળીમાં સુહાના સેલ નામની દુકાન ચલાવતા અસ્લમ અલીશા ફકીર નામના ઇસમની પોલીસે ધરપકડ કરી હતી. મોબાઇલ ફોનની મદદથી ગ્રાહકો પાસેથી આંકડો લેતા આ ઇસમ પાસેથી રોકડા રૂા. 1980, એક મોબાઇલ, મિલન ઓપનના ડાયરીના અલગ અલગ પાનામાં આંકડો લખેલી પાંચ ચિઠ્ઠી, પેન વગેરે મળીને કુલ રૂા. 2480નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer