અબડાસા મત વિસ્તારના 115 બૂથ સંવેદનશીલ જાહેર

નલિયા, તા. 21 : આગામી વિધાનસભા ચૂંટણીનું મતદાન તા. 9/12ના યોજાવાનું છે ત્યારે 1 અબડાસા વિધાનસભા મત વિસ્તારમાં એકંદર 371 પૈકી 115 બૂથો સંવેદનશીલ જાહેર કરાયા છે.  અબડાસા વિસ્તારમાં અતિ સંવેદનશીલ મતદાન મથક એક પણ નથી. 111 ગામોનાં 115 મતદાન મથકો સંવેદશનશીલ જાહેર કરાયા છે, તેમાંથી લખપત તાલુકાના 17, અબડાસાના 48, નખત્રાણા તાલુકાના 50 મતદાન મથકો સંવેદનશીલ તરીકે આવરી લેવાયાં છે તેવું સત્તાવાર વર્તુળોએ જણાવ્યું હતું. લખપત તાલુકામાં કપુરાશી-ર, ઘડુલીનાં ર, નરા, પાનધ્રોના 8, ગુનાઉ, ખડક, આશાલડી, આશાપર, અબડાસા તાલુકામાં હોથિયાય, બેર મોટી, વાયોરના ર, વાગોઠ, જંગડિયા, કૂવા પદ્ધર, ઉસ્તિયા, કનકાવતી, જતવાંઢ, વાડાસર, મોકરશીવાંઢ, નલિયાના 9, જખૌના 4, વાંકુ, વાડા પદ્ધર, કાળા તળાવ, કુણાઠિયા, કોઠારાના 4, આરીખાણા, ખુઅડા, ડુમરાનાં 3, કરોડિયા મોટા, વિંઝાણના ર, ખીરસરા (વિંઝાણ), વરાડિયાના ર, સાંધવ મોટી, નાગોર, કનકપર, નારાણપર, નખત્રાણા તાલુકાના રવાપરના 3, નેત્રાના 4, ખોંભડી મોટીના ર, ખોંભડી નાની, કોટડા જડોદરના પ, ફુલાય, બિબ્બરના રનો સમાવેશ થાય છે.  ઉપરાંત નિરોણાના પ, ચંદ્રનગર, ગોધિયાર મોટી, લાખિયારવીરા, વિરાણી મોટીના 4, વિરાણી નાની, નખત્રાણાના 8, ભડલી, સાનયારા, કલ્યાણપર, લક્ષ્મીપર (તરા), માધાપર (મંજલ), જિયાપરના ર, ખીરસરા નવા, વેરસલપર, વડવાકાંયાના ર બૂથોને આવરી લેવાયા છે.    

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer