દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા તકેદારી સપ્તાહ ઉજવાયું

ગાંધીધામ, તા. 21 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ ખાતે તાજેતરમાં તકેદારી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ તકેદારી જાગૃતિ સપ્તાહમાં  ગાંધીધામ, આદિપુર, અંજારની શાળાઓના 250 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ વિદ્યાર્થીઓએ નિબંધ, ચિત્રકામ સ્પર્ધામાં ભાગ લીધો હતો.  વિવિધ સ્થળોએ તકેદારી જાગૃતિ માટે પત્રિકાઓ ચોંટાડવામાં આવી હતી અને લોકોમાં વહેંચવામાં આવી હતી. લોકોએ અને ડીપીટીના કર્મચારીઓએ આ અંગે  પ્રતિજ્ઞા પણ લીધી હતી. વડોદરાના કલાકારો દ્વારા આદિપુર, ગાંધીધામ અને  કંડલામાં શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. પોર્ટના અધિકારીઓ,  કર્મચારીઓ અને તેમના પરિવારો માટે પણ વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી.  સમાપન સમારોહમાં ડીપીટીના ઉપાધ્યક્ષ તથા સી.વી.ઓ. શિશિર શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ વેળાએ  કર્મચારીઓને પ્રેરક અને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ સ્પર્ધાઓમાં વિજેતા અને નિર્ણાયકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer