માગ્યા વગર દીનદુ:ખિયાને આપવું એ જીવનમાં પરોપકાર સમાન કાર્ય છે

ભુજ, તા. 21 : સંસારમાં માગવા આવનાર, દીન:દુખિયા, છેવાડાના લાચાર માનવો અને અબોલા જીવોને આપવાવાળા તો ઘણા જ મળી આવશે પરંતુ આવા તરછોડાયેલા જીવોના દ્વારે જઈને તેમને વિના માગ્યે, હોંશે હોંશે આપવું અને તે પણ સતત આપતા જ રહેવું આવું પરોપકારનું કાર્ય તો જેને પરમાત્મા સાથે ડાયરેકટ કનેકશન હોય તેવા પુણ્યશાળી આત્માઓ જ કરી શકે તેવું જૈન સંત શ્રીમદવિજયઅનંતયશ સૂરિશ્વરજી મ.સાહેબે સંસ્થાના કાર્યકરો જોગ માંગલીક ફરમાવતાં સંભળાવ્યું હતું. ચરમતીર્થપતિ મહાવીર પ્રભુના મોક્ષ કલ્યાણની 24 દિવસીય ઉજવણીના પ્રથમ ચરણમાં ગુરુવંદના બાદ 200 જેટલા રંક પરિવારોને તેમના દ્વારે જઈને મિષ્ટાન, ફરસાણ, ફ્રુટ સાથે વત્રોનું વિતરણ કરાયું હતું અને વ્યસનોને તિલાંજલિ આપવા, હિંસાથી દૂર રહેવા તેમજ સ્વચ્છતાને અપનાવવાની શીખ આપવામાં આવી હતી. સાથે સાથે ગૌવંશને ઘાસ, શ્વાનોને લાડુ, પક્ષીને ચણ આપી જીવદયાના કાર્યો કરાયા હતા તેવું પ્રોજેકટ ચેરમેન હિરેન દોશીએ જણાવ્યું હતું.  સંસ્થાના પ્રમુખ વી.જી.મહેતાની રાહબરી હેઠળ, પ્રદીપ દોશી, રૂપેશ દોશી, જયુસખલાલ વોરા, કીર્તિભાઈ ભણસારી, વેલજીભાઈ શાહ, વિનોદ દોશી, શાંતિલાલ મોતા, જે.સી.પારેખ, પ્રિયેશ વોરા, કાશ્વી વોરા, વિજય મહેતા, નીપમ ગાંધી, પ્રકાશ બહાદુર જોડાયા હતા.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer