જિંદગી સામે જંગ ખેલતા પુત્રને પિતાએ કિડની આપી જીવ બચાવ્યો

જિંદગી સામે જંગ ખેલતા પુત્રને પિતાએ કિડની આપી જીવ બચાવ્યો
ભુજ, તા. 11 : જિંદગી સામે જંગ ખેલતા શહેરના 20 વર્ષીય યુવાન પુત્રને પિતાએ કિડની આપી જીવ બચાવ્યો છે. ભણવામાં હોશિયાર એવો આ 20 વર્ષીય યુવાન ભાવિક પ્રણેશ પાઠક સાડાત્રણ વર્ષ પહેલાં ગંભીર બીમારીમાં સપડાઇ ગયો. જ્યારે તેની માંદગીના રિપોર્ટ કરાવ્યા તો આ યુવાનની બંને કિડની ફેઇલ છે તે વાત બહાર આવતાં ઘરમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ યુવાનને બચાવવા અમદાવાદની એચ. એલ. ત્રિવેદી હોસ્પિટલમાં સારવાર કરાવી પરંતુ કિડની બદલવાની જરૂર પડતાં તેના પિતા પ્રણેશભાઇ પાઠકે કિડની આપી તેનો જીવ બચાવ્યો હતો. આ સારવાર માટે શહેરની લાયન્સ ક્લબના મનસુખભાઇ?શાહ પરિવારને મદદરૂપ બન્યા હતા. તેમણે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ સંદર્ભ કાર્ડ કઢાવી અમદાવાદ મોકલવાની વ્યવસ્થા કરી હતી તેમજ ભૂષણ હરેશભાઇ પાઠક તથા વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ તરફથી પણ મદદ મળી હતી. કિડની બદલવાના સફળ ઓપરેશન બાદ છેલ્લા સાડાચાર માસથી ભાવિક સ્વસ્થ છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer