ભાગવતજીની કથા કળિયુગમાં માનવ જીવ માટે તારણહાર

ભાગવતજીની કથા કળિયુગમાં  માનવ જીવ માટે તારણહાર
મુંદરા, તા. 13 : દરિયાલાલ મિત્ર મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ નગરજનો લઇ રહ્યા છે. શાત્રી મેદાન મધ્યે ચાલતી ભાગવત કથાના મુખ્યપોથી યજમાન સ્વ. નરશીભાઇ હંસરાજ ઝાલા પરિવાર ઉપરાંત અન્ય 12 પોથીના યજમાનો દ્વારા પોથી પૂજન, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવાઇ રહ્યા છે. પ્રથમ દિવસે બસ સ્ટેશનથી શાત્રી મેદાન સુધીની પોથીયાત્રા બાદ દીપ પ્રાગટય સમયે પૂ. સાગરગિરિજી મહારાજ, આઇશ્રી દેવલમા, આશાનંદભાઇ ગઢવી, સરપંચ  ધર્મેન્દ્રભાઇ જેશર, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યાસપીઠ ઉપરથી પોતાના જીવનની 588મી કથા કરતા મહેશભાઇ ભટ્ટે ભાગવતનું મહત્વ સમજાવ્યુ હતું. તેમણે કહ્યું કે, ભાગવતજીની કથા કળિયુગમાં માનવ જીવને તારણહાર છે. આયોજકોના જણાવ્યા અનુસાર કથાના પ્રેરણા સ્રોત્ર બહ્મલીન સ્વામી બાલાનંદજી પરમહંસ રહ્યા છે. જ્યારે મુખ્ય આચાર્ય શાત્રી ચંદુ મહારાજ દવે છે. તા. 14ને મંગળવારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે. ખારવા સમાજના પ્રમુખ રાજેશભાઇ કષ્ટા ઉપરાંત દરિયાલાલ મિત્ર મંડળના યુવાનો દ્વારા કથા વ્યવસ્થામાં સહયોગ સાંપડી રહ્યો છે. કથા શ્રવણ   સમય સવારે 9-30થી 12-30 અને સાંજે 3-30થી 6-30 દરમ્યાન છે. નગર ઉપરાંત નજીકના ગામોમાંથી કથા શ્રવણ માટે શ્રદ્ધાળુઓ શાત્રી મેદાન આવે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer