ભુજના સેવાભાવી શીખની જીવદયા પ્રવૃત્તિ

ભુજના સેવાભાવી શીખની જીવદયા પ્રવૃત્તિ
ભુજ, તા. 11 : શહેરમાં અનેક જીવદયાપ્રેમીઓ નાની મોટી યથાશક્તિ સેવા કરી રહ્યા છે. જેમાં નીનુ સરદાર તરીકેની ઓળખ ધરાવતા સેવાભાવી શીખ રવિન્દરપાલસિંઘ પણ પોતાની પ્રવૃત્તિ થકી જાણીતા થયા છે. ગુરુનાનક સાહેબનું પર્વ લંગર હોય કે ગૌસેવા, અબોલજીવોના જતન માટે સતત જાગૃત રહેતા હોય છે. ભુજની નવી જથ્થાબંધ બજાર ગૌસેવા સમિતિ સાથે જોડાઈને સેવા આપે છે. અવારનવાર મસ્તરામો તથા રંક પરિવારોને કપડા વિતરણ કરી ગાયોને ગોળ, ભૂંસો, ટોપરા, શ્વાનો માટે બાજરાના રોટલા, પક્ષીઓને ચણ આપીને જીવદયાની પ્રવૃત્તિ કરે છે. ટ્રાન્સપોર્ટ કંપનીમાં મહેતાજી તરીકેની ફરજ બજાવ્યા બાદ ફાજલ સમય ગૌસેવા અને જીવદયામાં ગાળે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer