નિરાધાર વૃદ્ધો, અશકતો, એઈડઝગ્રસ્ત બાળકોનું યોજાયું દિવાળી સ્નેહમિલન

નિરાધાર વૃદ્ધો, અશકતો, એઈડઝગ્રસ્ત  બાળકોનું યોજાયું દિવાળી સ્નેહમિલન
ગાંધીધામ, તા. 13 : અહીંની સંસ્થા નવજીવન કેર એન્ડ સપોર્ટ સેન્ટર દ્વારા તાજેતરમાં દિવાળીના યોજાયેલા સ્નેહમિલન દરમ્યાન જરૂરિયાતમંદોને રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા સાથે જોડાયેલા જિલ્લાના 200 જેટલા નિરાધાર,,વૃદ્ધો, અશકતો, બીમાર, અનાથ બાળકો અને એચઆઈવી, એઈડસગ્રસ્તો સ્નેહમિલનમાં જોડાયા હતા અને એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. સંસ્થાના ફાધર જુડીએ ઉપસ્થિતોને આવકારી નવજીવન કેર સપોર્ટ સેન્ટર મદદ માટે હંમેશાં તૈયાર રહેશે તેવી ખાતરી આપી હતી. માંડવીથી આવેલા અને દિવ્યાંગો માટે કાર્ય કરતા સિસ્ટર સુધાએ સૌને આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા અને સવાર સાંજ નિયમિત ઈશ્વરની પ્રાર્થના કરવા અનુરોધ કર્યો હતો. સંચાલન જયશ્રી મહેશ્વરીએ સંભાળ્યું હતું. હેમરાજ મહેશ્વરી, કવિતા ચારણ, રાજુ ચૌહાણ, રાજેશ સોલંકી, રમીલા ચારણ  સહયોગી બન્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer