અંજારમાં જુગાર રમતા છ શકુની શિષ્યો પાંજરે પુરાયા

ગાંધીધામ, તા. 13 : અંજારમાં પતા ટીંચતા 6 શકુની શિષ્યોને પોલીસે રોકડ રકમ સાથે પાંજર પુરાયા હતા. પોલીસના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ પૂર્વ  બાતમીના આધારે આજે સવારે 11.30 વાગ્યાના અરસામાં દેવળિયા નાકે દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપીઓ મહમદ અક્રમ ઈકબાલ કુરેશી, ગની રમજુ બાયડ, ભાવેશનાથ કામનાથ નાથબાવા, મહેબુબ લતીફ બાયડ, અમન કાસમ બાયડ, ઓસમાણ ભચુ બાયડ તીનપતીનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પડમાંથી રોકડા રૂા. 11,450 કબજે કરાયા હતા. પોલીસે તપાસ હાથ ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer