અંતરજાળમાં બ્રહ્મલીન સંતની નિર્વાણતિથિની ઉજવણી કરાઈ

ગાંધીધામ, તા. 13 : તાલુકાના અંતરજાળ ગામ ખાતે બ્રહ્મલીન અરજણગિરિ બાપુ ગુરુ સંધ્યાગિરિ બાપુની 15મી નિર્વાણતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતરજાળના નીલકંઠ મહાદેવ આશ્રમ ખાતે આરંભમાં બાપુની સમાધિનું પૂજન ધાર્મિક વિધિ સમાધિનું પૂજન મહંત જીતુગિરિ બાપુના હસ્તે કરાયું હતું. આ વેળાએ ગ્રામજનો અને સેવક સમુદાય બહોળી સંખ્યામાં જોડાયા હતા. સાંજે મારાજ વનેશ્વર જોષીના કંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું. રાત્રે સંતવાણીમાં સૌરાષ્ટ્રના કલાકારો હરસુખગિરિ, પરેશ વડાયા, વાલજી આહીર, બીરજુ બારોટ, હરિભાઈ ગઢવી, પુનશી ગઢવી, દલસુખ પ્રજાપતિ વગેરેએ ભજનની રમઝટ બોલાવી હતી. લોકસાહિત્ય અને સંચાલન રમેશ જોષીએ કર્યું હતું.  આ વેળાએ સંતવાણીમાં ઈન્દ્રભારથી બાપુ (જૂનાગઢ), મહંત અમૃતગિરિ બાપુ, બાલકનાથજી બાપુ, દેવેન્દ્રગિરિ બાપુ, સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. મહંત જીતુગિરિ બાપુએ આશીર્વચન સાથે સૌને આવકારી ગ્રામજનો અને સેવક સમુદાય પ્રત્યે સહયોગ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer