કંડલામાંથી ચોરાઉ ડીઝલ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીધામ, તા. 13 : કંડલામાં ચોરાઉ મનાતા ડીઝલના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસના સત્તાવાર સાધનોના જણાવ્યા પ્રમાણે પૂર્વ બાતમીના આધારે કંડલા પોર્ટના બેસી ગેટ નં. 2 પાસે પંચરની દુકાનમાં ગત સાંજના અરસામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી હરેન્દર પરમેશ્વર મહંતોને રોકી તેની પૂછપરછ કરી હતી. તેના કબજામાંથી રૂા. 5500ની કિંમતનું 120 લિટર ડીઝલ મળી આવ્યું હતું. ડીઝલના આધાર પુરાવા આરોપી રજૂ કરી શકયો ન હતો. પોલીસે શંકાસ્પદ જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer