આધુનિક સુવિધા સાથે પશુપાલકો મહત્તમ દૂધ હાંસલ કરે

આધુનિક સુવિધા સાથે પશુપાલકો મહત્તમ દૂધ હાંસલ કરે
દેવપુર-ગઢ (તા. માંડવી), તા. 13 : અબડાસાના સણોસરા ખાતે પશુપાલન શાખા જિલ્લા પંચાયત દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી. શિબિરના મુખ્ય વક્તા નાયબ પશુપાલક નિયામક ડો. કે.જી. બ્રહ્મક્ષત્રિયએ જિલ્લામાં પશુપાલન અને તેની અર્થવ્યવસ્થા વિષય પર વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે, `પરંપરાગત રીતે પશુપાલન કરતા પશુપાલકો રસીકરણ અને અન્ય આધુનિક સુવિધાઓનો ઉપયોગ કરી પોતાના પશુઓને રોગમુક્ત રાખી વધુ દૂધ મેળવતા થાય એ આજના સમયની તાતી જરૂરિયાત છે.' જિલ્લાના અનુભવી પશુ ચિકિત્સા અધિકારીઓ, શિબિરાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. સણોસરાના પાદરમાં અબડાસા તા. પં.ના અધ્યક્ષા ઉષાબા નરેન્દ્રસિંહ જાડેજાના પ્રમુખ સ્થાને પશુપાલન શિબિરના પ્રારંભે દીપ પ્રાગટય બાદ આવકાર આપતાં સરપંચ પ્રેમિલાબેન ધનજી નાગડાએ કહ્યું હતું કે, સણોસરા, નાન્દ્રા, બાલાચોડ, ભીમપર, નલિયા, મોથાળા સહિતના ગામડાઓના પશુપાલકોને પશુપાલનની સાચી પદ્ધતિનું વૈજ્ઞાનિક માર્ગદર્શન મળી રહે તે માટે કોઠારા પશુ દવાખાના દ્વારા પશુપાલન શિબિરનું આયોજન કરાયું છે. ગ્રામ્ય વિસ્તારના અભણ કે ઓછું ભણેલા પશુપાલકોને સાચી દિશાની સમજ આપતાં ડો. વી.ડી. રામાણીએ પશુ આરોગ્ય અને ઘરગથ્થુ ઈલાજ પર છણાવટથી માર્ગદર્શન આપી વકતવ્ય આપ્યું હતું. ડો. એચ.એમ. ઠક્કર, (પશુ ચિકિત્સા અધિકારી-ભુજ), ડો. એ.ડી. જોશી (પશુ ચિકિત્સા અધિકારી-માંડવી), ડો. પી.કે. વીરપારી (પશુ ચિકિત્સા અધિકારી-મુંદરા) સહિતના પશુ ચિકિત્સા અધિકારીઓ અને સબ રજિસ્ટ્રાર બી.કે. જાડેજાએ માર્ગદર્શન આપ્યું હતું. ગામના અગ્રણી પરેશસિંહ જાડેજાએ પોતાના અનુભવો કહ્યા હતા.  જિ.પં.ના ચેરપર્સન ભાવનાબા પરેશકુમાર જાડેજા (અધ્યક્ષા મહિલા-બાળવિકાસ અને યુવા પ્રવૃત્તિ), ડો. એચ.ડી. જાડેજા (પશુ ચિકિત્સા અધિકારી-સાંધાણ), ડો. મિતુલ ઠાકર (પશુ ચિકિત્સા અધિકારી-કેરા), ગ્રામ પંચાયતના ઉપસરપંચ સામજી રમુભાઈ મહેશ્વરી, સભ્ય ભચાંબેન સિધિક વજીર, જૈન અગ્રણી ગાંગજી રાયશી નાગડા ઉપસ્થિત રહ્યા હતા. યુવા અગ્રણી જિતેશગર ગોસ્વામી, મહેન્દ્રસિંહ જાડેજા (નાન્દ્રા), જેન્તીલાલ નથુ દનિચા વિ. સહયોગી રહ્યા હતા. સંચાલન રમેશ રોશિયાએ અને આભારવિધિ આયોજક પશુ દવાખાના, કોઠારાના પશુ ચિકિત્સા અધિકારી ડો. હરેશ ભોરણિયાએ કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer