ગઢશીશા ખાતે હસ્તકલા તાલીમના વર્ગનો પ્રારંભ : યોજનાઓની વિગતો અપાઈ

ગઢશીશા ખાતે હસ્તકલા તાલીમના  વર્ગનો પ્રારંભ : યોજનાઓની વિગતો અપાઈ
ભુજ, તા. 13: લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ-ભુજ તથા કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ-ગાંધીનગરના હુકમથી ભુજ હાટના નેતૃત્વ હેઠળ એમ્બ્રોડરી (હસ્તકલા તાલીમ વર્ગ)નો ગઢશીશા (માંડવી) કોમ્યુનિટી હોલ ખાતે ઉદ્ઘાટન સમારંભ યોજી વર્ગનો શુભારંભ કરાયો હતો. આ તાલીમ વર્ગમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર જયકુમાર શાહ દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વિવિધ યોજના અંગે માર્ગદર્શન આપી સબસિડી યુકત લોન ધિરાણ માટે મદદ કરવા ખાતરી આપી હતી અને કલસ્ટર ડેવલોપમેન્ટ ઊભું કરવા જણાવ્યું હતું. ભુજ હાટના મેનેજર એમ.કે.પરમાર દ્વારા સંતોષકારક તાલીમ પૂર્ણ કરવા, માર્કાટિંગ માટે રોજગારી મેળવવા માટે ભુજ હાટમાં સ્ટોલ ફાળવવા, આગામી સમયમાં સારા કારીગરોને ઘરબેઠા કામગીરી કરવા જણાવાયું હતું. સંસ્થાના મંત્રી જણસારી હેમેન્દ્ર દ્વારા તાલીમ વર્ગનો ઉદેશ્ય-મહત્ત્વ સમજાવાયું હતું કાર્યક્રમમાં પી.એસ. પરમાર, રાહુલ રમણ, રાયમા કાસમ અબુબખર, રાયમા અદ્રેમાન ઉમર, રાજઅલી હુશેન, હર્ષાબેન સુથાર, મેમુદભાઈ માંજોઠી ઉપસ્થિત રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer