છ બેઠકના ઉમેદવારીપત્રો ક્યાં રજૂ થશે ?

ભુજ, તા. 13 : કચ્છમાં વિધાનસભાની ચૂંટણી તા. 9/12ના યોજાનાર છે. છ વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા. 14/11થી તા. 21/11 સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના 11 કલાકથી બપોરના 15 વાગ્યા દરમ્યાન કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલા ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે, જે માટે સંબંધિત વિધાનસભા મતદાર વિભાગ દ્વારા નિયમોનુસાર ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી 1-અબડાસા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી અબડાસા, પ્રાંત અધિકારીની કચેરી, પ્રથમ માળે નલિયા ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર અબડાસાની કચેરી ભોંયતળિયે નલિયા ખાતે સ્વીકારવામાં આવશે. માંડવી વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેકટર, મુંદરા ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી મામલતદાર, મુંદરા, મામલતદાર કચેરી, મુંદરા ન્યાયાલયની બાજુમાં ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. 3-ભુજ વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેકટર, ભુજ, જિલ્લા સેવા સદન, પહેલા માળે, ભુજ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર ભુજની કચેરી, મુંદરા રોડ, ભુજ સમક્ષ રજૂ કરી શકાશે. 4-અંજાર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીની કચેરી, અંજાર ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર કચેરી, બસ સ્ટેશન પાસે અંજાર ખાતે નામાંકન પત્રો પહોંચાડી શકાશે. 5-ગાંધીધામ (અ.જા.) વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેકટર, સ્ટેમ્પ ડ્યૂટી, સ્ટેમ્પ ડયૂટી મૂલ્યાંકન તંત્રની કચેરી, રૂમ નં. 213, બહુમાળી ભવન, ભુજ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, મામલતદાર કચેરી, ગાંધીધામ, સેકટર-1 એ, ગાંધીધામ સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે, નામાંકન પત્રો પહોંચાડી શકાશે. 6-રાપર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ભચાઉ સબ ડિવિઝનને પ્રાંત કચેરી, પ્રથમ માળ, કોર્ટની બાજુમાં, ભચાઉ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર રાપરને મામલતદાર કચેરી, ડાંભુડા રોડ, રાપર ખાતે નામાંકન પત્રો પહોંચાડી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા. 22/12ના 11 વાગ્યાથી સંબંધિત ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર કચેરીઓ ખાતે હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પત્રો તા. 24/11 શુક્રવારના બપોરના 3 પહેલાં પરત ખેંચવાની નોટિસ સંબંધિત ચૂંટણી અધિકારી કે સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે. મતદાન તા. 09/12ના સવારના 8 કલાકથી સાંજના 5 દરમ્યાન કરાવવામાં આવશે તેવું કચ્છ વિધાનસભા મતદાર વિભાગોના સંબંધિત ચૂંટણી અને પ્રાંત અધિકારી દ્વારા વધુમાં જણાવાયું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer