કચ્છમાં પ્રથમવાર અંજારની શાળાએ કૌશલ્યમેળો યોજી માટીકામ શીખવ્યું

કચ્છમાં પ્રથમવાર અંજારની શાળાએ કૌશલ્યમેળો યોજી માટીકામ શીખવ્યું
અંજાર, તા. 16 : અહીંની  અંજાર એજયુકેશન સોસાયટી સંચાલિત શાળા વિભાગે એક નવતર પ્રયોગ કચ્છમાં સૌપ્રથમવાર શાળા કક્ષાએ કૌશલ્ય મેળો યોજીને કર્યો હતો. બે દિવસીય આયોજનમાં વિદ્યાર્થીઓને આજની સૌથી વધુ જરૂરિયાતવાળી આવડતોને શીખવાડવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓમાં કુંભાર પાસે ચાકડા પર માટીકામ કેમ કરવું, કુંડા કેમ બનાવવા, નાના ફલાવર પોર્ટ કેવી રીતે બનાવવા, હેર કટિંગ માટેની નવી પદ્ધતિ, કાતર કેમ પકડવી, વાળને ટ્રિમ કેવી રીતે કરવા, ઓટો રિપેરીંગ કેમ કરવું જેમાં વાહનની સાચવણી ટુ-વ્હીલરનું ફિલ્ટર કેટલા વર્ષે બદલાવું વિગેરે માહિતી અપાઈ હતી. બાળકોને પ્રત્યક્ષ નિદર્શન કરાવાયું હતું. આટલું જ નહીં અગરબત્તી કેવી રીતે બનાવવી વણતા શીખવા ઉપરાંત ઈત્રી કરવી, બટન ટાંકવા, જીન્સ પેન્ટનું બટન હથોડીની મદદ કેવી રીતે ટાંકવું, સાદા સફેદ દોરા અને એક ફુગ્ગાની મદદથી નાઈટ લેમ્પ કેમ બનાવવો,  ફોટોગ્રાફી અને આજની સેલ્ફી મોડની અલગ અલગ પદ્ધતિઓ વિશે સમજાવીને ફલેશ લાઈટ, નાઈટ મોડ પેનોરમાં મોડમાં ફોટોગ્રાફી કેવી રીતે કરવી ઉપરાંત 108 તરફથી પણ નિદર્શન સાથે હસમુખ પ્રજાપતિએ સમજણ આપી હતી. કૌશલ્ય  મેળામાં આજના ફેશન સાથે સંકળાયેલા મહેંદી અને યુવા પેઢીને ગમતા ટેટૂ ડિઝાઈન કરવાનું પણ વિદ્યાર્થીઓને શીખવવામાં આવ્યું હતું.  મુખ્ય મહેમાન તરીકે પ્રથમ નાગરિક પુષ્પાબેન ટાંક, અતિથિવિશેષ તરીકે આડાના ચેરમેન નીરવભાઈ ભારદિયા તેમજ બી.આર.સી. કો-ઓડિનેટર મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સોસાયટીના માનદ્મંત્રી કાન્તિભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ કિશોરભાઈ દક્ષિણી, ટ્રસ્ટી હેમંતભાઈ પાંડે, રમણીકભાઈ ભટ્ટ, શરદભાઈ ભાટિયા, પ્રકાશભાઈ બુચ તેમજ ચંદુભાઈ શાહ ઉપસ્થિત રહી પ્રેરણા આપી હતી. આયોજન ગુજરાતી માધ્યમના આચાર્ય ચિન્ટુભાઈ ગોર, અંગ્રેજી માધ્યમના મોનિકાબેન શર્માએ શુભેચ્છા પાઠવી હતી. આગામી આયોજન સમગ્ર કચ્છની શાળામાં કરવામાં  આવે તેના પર એજયુ. કો. બો. ડો.  શિલ્પાબેન ભટ્ટે ભાર મૂકયો હતો.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer