બાળકને મિશન ઇન્દ્રધનુષમાં રસી અપાવી 12 ઘાતક બીમારીથી બચાવો

ભુજ, તા. 12 : રસીથી વંચિત રહેલા અથવા અધૂરી રસી મુકાવનારા બાળકો માટે સઘન મિશન ઇન્દ્રધનુષ કચ્છમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ચાલુ છે, તે અંતર્ગત  તા. 7થી 10 સુધીમાં 1562 બાળકો અને 385 માતાને રસી અપાઇ હતી. સામૂહિક આરોગ્ય કેન્દ્ર, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી કેન્દ્રમાં રસીકરણ સેશનોમાં તા. 7નાં 815 બાળકો અને 190 સગર્ભા, તા. 9ના 354 બાળકો અને 90 સગર્ભા, તા. 10ના 393 બાળકો અને 105 સગર્ભા માતાઓને રસીકરણની સેવા અપાઈ હતી. આરોગ્ય અને  પરિવાર કલ્યાણ શાખા જિ.પં. કચ્છ તરફથી જણાવાયું છે કે પોતાના બાળકોને સમયસર સંપૂર્ણ રસીકરણ કરાવાય. સઘન મિશન ઇન્દ્રધનુષમાં રસી આપીને પોતાનાં બાળકને 12 ઘાતક બીમારીઓથી બચાવવાના સુવર્ણ અવસરનો લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજકુમાર પાંડેએ અનુરોધ કર્યો છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer