કચ્છના 24 ફોજદાર બદલ્યા, 17 નવા મુકાયા

ભુજ, તા. 12 : રાજ્યના પોલીસ તંત્રમાં આઇ.પી.એસ. અને નાયબ પોલીસ અધીક્ષક તથા ઇન્સ્પેકટર કક્ષાના અધિકારીઓની સામૂહિક બદલીઓ થઇ ચૂકયા બાદ હવે રાજ્યના 532 બિનહથિયારી સબ ઇન્સ્પેકટરની આંતરજિલ્લા બદલી આગામી વિધાનસભા ચૂંટણી અનુસંધાને કરવામાં આવી છે. આ સામૂહિક આદેશમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના 24 ફોજદાર બદલ્યા છે. તો તેમના સ્થાને નવા 17ને આ બન્ને પોલીસ જિલ્લામાં મૂકવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા ગીથા જોહરી દ્વારા રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી આદર્શ આચારસંહિતાની જોગવાઇઓનું પાલન થઇ શકે તે માટે સામૂહિક બદલીના આ હુકમો કરાયા હતા. બદલી પામનારાઓને તાત્કાલિક અસરથી કોઇપણ જાતનો પત્ર-વ્યવહાર કર્યા વગર છુટ્ટા કરી દેવાની તાકિદ પણ તેમના દ્વારા કરવામાં આવી છે. તો બદલીવાળા ફોજદારોને કોઇપણ જાતની રજા ભોગવ્યા વગર તેમના નવા સ્થાન ઉપર હાજર થઇ જવાનું ફરમાન જારી કરાયું છે.  સત્તાવાર સાધનોએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની આ સામૂહિક બદલીઓમાં પશ્ચિમના 15 અને પૂર્વ કચ્છના નવ મળી 24 અધિકારીને જિલ્લા બહાર બદલાવાયા છે. તો તેમના સ્થાને જિલ્લા બહારથી નવા 17 અધિકારીને નિમણૂક અપાઇ છે. જ્યારે પૂર્વ કચ્છમાં 10 અને પશ્ચિમ કચ્છમાં સાત અધિકારી મૂકવામાં આવ્યા છે. સામૂહિક બદલીના આદેશો મુજબ પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના અંજારના દીપક ભરતલાલ પટેલને વલસાડ, ગાંધીધામના વિપુલ પ્રહલાદરાય ગોલને સુરત શહેર, ભચાઉના મયૂરીબા ભરતાસિંહ જાડેજાને સુરત શહેર,  આદિપુરના રાજેન ભીખાભાઇ ચાવડાને નડિયાદ, ગાંધીધામ એ. ડિવિઝનના ભૂપેન્દ્ર પ્રવીણચન્દ્ર ખરાડીને સુરત શહેર, રાપરના યોગરાજાસિંહ અભેરાજાસિંહ પરમારને અમદાવાદ ગ્રામ્ય, મહિલા પોલીસ મથકના વાલીબેન ભૂપતભાઇ પીઠિયાને સુરત શહેર, સામખિયાળીના પ્રતાપસંગ અગરસંગ જાદવને સુરત શહેર અને અંજારના મહેશ ઇશ્વરભાઇ ચૌધરીને વલસાડ જિલ્લામાં બદલાવાયા છે. જ્યારે પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના ભુજ શહેર એ. ડિવિઝનના જેસીંગભાઇ કરશનભાઇ ચાવડાને સુરત શહેર, વાયોરના નીતિન ગાવિંદભાઇ વાઘેલાને સુરત શહેર, પદ્ધરના પ્રદીપગિરિ કાંતિગિરિ ગોસ્વામીને સુરત શહેર, મુંદરા મરીનના હાર્દિક સૂર્યકાન્ત ત્રિવેદીને પોલીસ અકાદમી કરાઇ, ભુજના મહિલા પોલીસ મથકના ચેતનાબેન મયૂરભાઇ રાખોલિયાને સુરત શહેર, ભુજ શહેર ટ્રાફિક શાખાના રેખાબેન જગમાલભાઇ સીસોદિયાને સુરત શહેર, દયાપરના વીરેન્દ્રાસિંહ રાજાભાઇ સોનારાને સુરત શહેર, ભુજ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરના પ્રણવ રામસંગ સોલંકીને સુરત શહેર, નરાના દર્શક બાબુભાઇ મજીઠિયાને સુરત શહેર, ભુજ શહેર એ. ડિવિઝનના પ્રવીણાબેન કમલેશ તાબિયારને સુરત શહેર, ખાવડાના દિગવિજયાસિંહ મહેન્દ્રાસિંહ ઝાલાને સુરત શહેર, જિલ્લા ટ્રાફિક શાખાના તેજશ અનિલભાઇ ગઢવીને સુરત શહેર, ભુજ શહેર બી. ડિવિઝનના પાંચુભા નાનુભા સોઢાને અમદાવાદ શહેર, નાયબ પોલીસ અધીક્ષક એસ.ટી. એસ.સી. સેલના રીડર ઝાયનાબાનુ વલીમામદ રાયમાને અમદાવાદ શહેર અને કોઠારાના ચન્દ્રાસિંહ પ્રવીણાસિંહ વાઘેલાને નડિયાદ જિલ્લામાં બદલવામાં આવ્યા છે. બીજીતરફ જિલ્લા બહારથી કચ્છમાં મુકાયેલા ફોજદારોમાં પૂર્વ કચ્છ જિલ્લામાં અમદાવાદ શહેરથી મનસુખ મગનલાલ વાઢેર, રાજકોટ શહેરથી લખમણ લાખાભાઇ ચાવડા, વડોદરા ગ્રામ્યથી કુણાલ વિજયાસિંહ લાકોડ, ભાવનગરથી કેશરાજી મોબતાજી સોલંકી, ગાંધીનગરથી શ્યામરાજાસિંહ સિદ્ધરાજાસિંહ ચાવડા, ગાંધીનગરથી કંચનબા રઘવીરસિંહ વાઘેલા, સાબરકાંઠાથી હિનાબેન રણછોડભાઇ વાઘેલા, સાબરકાંઠાથી મીનેશ કાળાસિંહ ખાંટ, દાહોદથી ચેતન દલસુખભાઇ પટેલને નિયુકત કરાયા છે. આ ઉપરાંત પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં અમદાવાદ શહેરથી ચિરાગ દેવેન્દ્ર વૈશ્યક, રાજકોટ શહેરથી જનકાસિંહ ગજુભા રાણા, દેવભૂમિ દ્વારકાથી વિજય લક્ષ્મણ પરમાર, જૂનાગઢથી સંજયદાન અશોકભાઇ ગઢવી, અમરેલીથી સિદ્ધરાજાસિંહ જયદેવાસિંહ રાણા, નડિયાદ (ખેડા)થી અંકુર નારાણભાઇ પ્રજાપતિ અને નડિયાદથી તરૂણ હરિભાઇ પટેલને મુકાયા છે.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer