ભુજ-બરેલી ટ્રેન સતત ત્રીજા દિવસેય મોડી પડતાં મુશ્કેલી

ગાંધીધામ, તા. 12 : રાજધાની દિલ્હી સાથે કચ્છને સાંકળતી ભુજ-બરેલી એક્સપ્રેસ સતત ત્રણ દિવસથી મોડી પડતાં પ્રવાસીઓ ત્રાહીમામ પોકારી ઊઠયા છે. આજે ત્રીજા દિવસે ટ્રેન ભુજથી નિર્ધારિત સમય કરતાં સાડા સાત કલાક વિલંબથી ઉપડી હતી. પશ્ચિમ રેલવેના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ બરેલી-ભુજ?ટ્રેન નિર્ધારિત સમયથી 11 કલાક મોડી ભુજ પહોંચી હતી, જેના કારણે ભુજ-બરેલી (14312) બપોરે 12-40 વાગ્યે ઊપડવાના બદલે રાત્રે 8-30 વાગ્યે ભુજથી બરેલી જવા રવાના થઇ હતી. ઉપરથી ટ્રેન મોડી આવવાના કારણે ટ્રેન સાડા સાત કલાક મોડી  ઊપડતાં સ્ટેશને આવી ગયેલા પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બરેલીની ટ્રેન સતત ત્રણ દિવસથી મોડી ભુજ પહોંચે છે જેના કારણે ભુજની ઊપડતી ટ્રેન રીશિડયુલ થાય છે. અગાઉ?પણ દિવસો સુધી બરેલી ભુજથી કલાકો મોડી ઊપડતી હતી. કચ્છ એક્સપ્રેસ અને આલા હઝરત ટ્રેનના સમય વચ્ચે માત્ર પંદર મિનિટનું જ અંતર રહ્યું હતું.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer