સંગઠિત થઇ ચૂંટણી માટે કામે લાગી જવા કોંગી કાર્યકરોને હાકલ

સંગઠિત થઇ ચૂંટણી માટે કામે  લાગી જવા કોંગી કાર્યકરોને હાકલ
ભુજ/નખત્રાણા, તા. 12 : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તથા માજી સાંસદ કુંવરજીભાઇ બાવળિયાએ જિલ્લાનો પ્રવાસ ખેડીને ભુજ અને નખત્રાણામાં કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેમણે ભાજપ પર ગેરવહીવટનો આક્ષેપ કરી આ માટે એકજૂટ થઇને આગામી વિધાનસભાની ચૂંટણી માટે કામે લાગી જવા હાકલ કરી હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરી, જુમાભાઇ રાયમા, આદમભાઇ ચાકી, જયવીરસિંહ જાડેજા, રસિકભાઇ ઠક્કર, હરેશભાઇ આહીર, અરજણ ભુડિયા, ઇલિયાસ ઘાંચી, અમીરઅલી લોઢિયા, રસીદ સમા, હરિભાઇ આહીર, રમેશ ધોળુ, રફીક મારા, પ્રાણલાલ ગરવા, કલ્પનાબેન જોષી, રવજી આહીર, શામજી આહીર, દેવરાજભાઇ મ્યાત્રા, જુમાભાઇ નોડે, રાજેશભાઇ ત્રિવેદી, ઘનશ્યામસિંહ ભાટી, ગની કુંભાર, આઇસુબેન સમા, રસિકબા જાડેજા, અનિલ સોની, નાનજીભાઇ પટેલ, ફકીરમામદ કુંભાર, ગોવિંદ પટેલ વિગેરે મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો  ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન અબડાસા વિધાનસભા મતવિસ્તારના ત્રણ તાલુકાના નખત્રાણા, અબડાસા તેમજ લખપત તાલુકા કોંગ્રેસ દ્વારા અહીં બેઠક યોજાઇ હતી.  આ પ્રસંગે પોતાના વકતવ્યમાં કુંવરજીભાઇ બાવળિયાએ કહ્યું હતું કે, આ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેના પર પસંદગીનો કળશ ઢોળાય પરંતુ સંગઠન તેમજ સંકલન સાથે ચૂંટણી લડશું. ભલે દસેક જેટલા દાવેદાર હોય, જૂના પીઢ કોંગ્રેસીઓની નોંધ લેવાશે. તો જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશભાઇ મહેશ્વરીએ કહ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિ અંગ્રેજોના શાસનની યાદ અપાવે છે તેવો આક્ષેપ કર્યો હતો. બેઠક પ્રારંભે તાલુકા કોંગ્રેસના પ્રમુખ મમુભાઈ આહીરે સ્વાગત પ્રવચન કર્યું હતું. તો કોંગ્રેસ પ્રમુખ (અબડાસા) ઇકબાલભાઇ મંધરા, લખપતના હુસેન રાયમા, ઇબ્રાહીમ મંધરા, જશવંત પટેલે પ્રાસંગિક પ્રવચન કરી ભાજપની નીતિ-રીતિની ઝાટકણી કાઢી હતી. આ બેઠકમાં ઉપસ્થિત નવલસિંહ જાડેજા, જુમાભાઇ રાયમા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય ખમાબા જાડેજા,  દેવરાજભાઇ મ્યાત્રા, વી. કે. હુંબલ, રમેશ ધોળુ વિવિધ સમાજો તેમજ અગ્રણીઓ દ્વારા શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન અશ્વિન રૂપારેલે કર્યું હતું.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer