ના.સરોવરમાં વડવાળા ધામ સંકુલનું ખાતમુહૂર્ત

ના.સરોવરમાં વડવાળા ધામ સંકુલનું ખાતમુહૂર્ત
ભુજોડી, તા. 12 : અખિલ કચ્છ રબારી સમાજ દ્વારા અખિલ કચ્છ વડવાળા દેવ રબારી સમાજ ટ્રસ્ટની યાત્રાએ આવતા યાત્રિકોને  રહેવા માટે યાત્રી નિવાસ માટે નારાયણસરોવર ખાતે વડવાળા ધામ નૂતન સંકુલનું ખાતમુહૂર્ત થયું હતું. અખિલ ભારતીય રબારી સમાજ ધર્મ ગુરુગાદી વડવાળા મંદિર દૂધરેજ ધામના કનિરામદાસજી મહારાજ તથા મહંત રામબાલકદાસજી બાપુ તથા મહંત આનંદલાલજી મહારાજ-અધ્યક્ષ ના.સ. જાગીર, મહંત દિનેશગિરિ મહારાજ-અધ્યક્ષ કોટેશ્વર જાગીર, ગુજરાત ગોપાલક વિકાસ નિગમના પૂર્વ  ચેરમેન અરજણભાઇ રબારી, અખિલ કચ્છ રબારી સમાજના પ્રમુખ હીરાભાઇ રબારી, નથુભાઇ રબારી, ભોપા જેસાભાઇ, ભોપા પન્નાભાઇ, ભોપા લાખાભાઇ, સોમાભાઇ રબારી, સંતો-ભુવાઓ અને મહાનુભાવોની હાજરીમાં ખાતમુહૂર્ત કરાયું હતું. સંતો-ભુવાઓનું અને મહાનુભાવોનું અખિલ કચ્છ વડવાળા દેવ રબારી સમાજ સેવા ટ્રસ્ટ નારાયણસરોવરના ટ્રસ્ટીઓ અને સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અખિલ કચ્છ રબારી સમાજ વડવાળા દેવ સેવા ટ્રસ્ટના પ્રમુખ?ભોપા હીરાભાઇ રાજા તથા ઉપપ્રમુખ થાવરભાઇ હીરા, ટ્રસ્ટના મંત્રી વંકાભાઇ મમુભાઇ રબારી, ટ્રસ્ટીઓ આશાભાઇ રામા તથા વંકા લાખા, સોમા લખમીરની હાજરીમાં ખાતમુહૂર્તની વિધિ તીર્થગોર અજિત વિઠ્ઠલદાસ જોષીએ કરાવી હતી. કાર્યક્રમનું સંચાલન વંકાભાઇ (ભુજોડી)એ સંભાળ્યું હતું. આભારવિધિ ડો. હમીર રણમલએ કરી હતી. યાત્રાધામ નારાયણસરોવરમાં રબારી સમાજ દ્વારા છેલ્લા પંદર વર્ષથી કારતક સુદ-14ના પાટકોરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તથા 2011માં કારતક મહિનામાં સમસ્ત અખિલ કચ્છ રબારી સમાજના ચારેય પરગણાના પિતૃઓના મોક્ષાર્થે કથાકાર ભીમસેનભાઇ જેષીની વ્યાસપીઠે સમસ્ત રબારી સમાજના સાથ-સહકારથી સ્વ. મમુભાઇ દેવાભાઇ-સમાજસેવક ભુજોડીના નેજા હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer