સાધુ ન હોવા છતાં, માનવસેવાના ઉમદા કાર્યો કરનાર સાચા અર્થમાં સાધક

સાધુ ન હોવા છતાં, માનવસેવાના ઉમદા કાર્યો કરનાર સાચા અર્થમાં સાધક
નખત્રાણા, તા. 12 : અહીંના સોમૈયા સર્વોદય ટ્રસ્ટના ઉપક્રમે `તેમાતે' ચેરિટેબલ ટ્રસ્ટ, રોટરી ક્લબ ઓફ મુંબઈ-ઘાટકોપર, ભોજાય સર્વોદય ટ્રસ્ટના સહયોગથી કેમ્પના મુખ્ય દાતા ચેતનભાઈ ભાનુશાલી ચેરમેન માતા ભચીબાઈ સુંદરજી ભદ્રા મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી શદરપૂર્ણિમાના યોજાયેલા દશાબ્દી દમ, શ્વાસ એલર્જી આયુર્વેદિક કેમ્પ તેમજ સપ્તમ વ્યસન મુક્તિ અભિયાન સાથે સંસ્થાના દશાબ્દી મહોત્સવને અનુલક્ષીને આયોજિત ત્રી રોગ તથા જનરલ રોગ નિદાન કેમ્પમાં કુલ્લ 3600 દર્દીઓની નિ:શુલ્ક તપાસ કરી સારવાર અપાઈ હતી.દીપ પ્રાગટયથી કાર્યક્રમને આરંભ કરાવી આશીવર્ચન આપતા સંતો દિલીપ રાજા કાપડી (મોરજર), જગજીવનદાસ (જગુડાડા-બિબ્બર), સુરેશદાસજી (મોટી વિરાણી)એ  જણાવ્યું હતું કે, સાધુ ન હોવા છતાં આપણી સંસ્કૃતિને દીપાવે તેવા માનવસેવાના ઉમદા કાર્યો કરનાર સાચા અર્થમાં તે સાધક છે. સતત દસ વર્ષથી આરોગ્ય સુખાકારી માટે સેવાકાર્ય કરતી સોમૈયા સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સ્વયંસેવકોને બિરદાવાયા હતા . આરંભમાં સ્વાગત પ્રવચન કરતાં સંસ્થાના પ્રમુખ પ્રવક્તા પીયૂષ સોમૈયાએ સર્વોદય ટ્રસ્ટની પ્રવૃત્તિઓની વિગતો આપતાં જણાવ્યું હતું કે, વિવિધ ટ્રસ્ટોના સંકલનથી 10 વર્ષમાં 4 લાખ ઉપરાંત વિવિધ રોગના દર્દીઓને મેડિકલ સેવાઓ અપાઈ છે. સન્માન સમારોહમાં ઉપસ્થિત સંતો તથા અગ્રણીઓ, મુખ્ય દાતા ચેતનભાઈ ભાનુશાલી પરિવારના પ્રતિનિધિ શ્યામ ભાનુશાલી, નરસિંહભાઈ પટેલ, હિંમતભાઈ પટેલ, રાજેશભાઈ પલણ (ન.તા. ભાજપ પ્રમુખ), ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, ડાયાભાઈ સેંઘાણી, કાનજીભાઈ કાપડી, ડો. એ.કે. આઝાદ, અનિલભાઈ જોબનપુત્રા, નીતિન એલ. ઠક્કર, પ્રવીણભાઈ દિવાણી, ગોવિંદભાઈ આહીર, પંકજ માનાણી, દાતા પરિવારના રમેશભાઈ લિંબાણી તથા મધુસૂદન પટેલ (બંને બેંગ્લોર), રમેશભાઈ ધોળુ, ટ્રસ્ટીઓ ડો. હરેશભાઈ સોમૈયા, રમેશભાઈ પરમાર, મુકેશભાઈ ચાવડા, હર્ષદભાઈ ઘોઘારી વિ.ને સંતોના હસ્તે સન્માનિત કરાયા હતા. કેમ્પમાં ડો. રાજેન્દ્ર રાજગુરુ (મુંબઈ), ડો. ભાવિકાબેન પી. સોમૈયા (નખત્રાણા), ડો. એમ.એ. ગઢવી, ડો. નીલેશ મેડિસિયન, જગદીશ જેપાર, મયૂર પરમાર, હિનાબેનએ સેવા આપી હતી. સંચાલન હિરેન પારસિયા, વિનયકાંત ગોર (શિક્ષક)એ કર્યું હતું.જનરલ રોગ, ત્રીરોગ નિદાન કેમ્પમાં 1100 તથા આયુર્વેદિક કેમ્પમાં 2500 સહિત 3600 જેટલા દર્દીઓ જોડાયા હતા.  તેમને નિ:શુલ્ક સારવાર દવા આપવામાં આવી હતી. તે પૈકી 20 વિવિધ ઓપરેશન લાયક દર્દીઓને સંસ્થાઓ દ્વારા નિ:શુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે. સંગીત રેયાણમાં કરણીદાન ગઢવીએ લોક સાહિત્ય રજૂ કર્યું હતું.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer