ખેડૂતોને મોબાઇલ ફોનથી હરાજી લેવા શીખ અપાઇ

ખેડૂતોને મોબાઇલ ફોનથી  હરાજી લેવા શીખ અપાઇ
ભુજ, તા. 11 :  તાલુકાના છેવાડાના 20 નવનિયુક્ત સરપંચોનું એ.પી.એમ.સી. દ્વારા સન્માન કરાયું હતું. સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માણસ સુધી પહોંચતી કરવામાં સરપંચનું સ્થાન મહત્વનું અને નિર્ણાયક છે તેવું એ.પી. એમ.સી.ના અધ્યક્ષ કાનજીભાઇ કાપડીએ જણાવી તમામ ગામના સમસ્યાના ઉકેલ માટે અને વિકાસ કામોના આયોજનમાં પડખે રહેવાની ખાતરી આપી હતી. તેમણે એ.પી.એમ.સી. સબ માર્કેટયાર્ડ બનાવવા વિચારણા કરી હોવાનું ઉમેરી કેશલેસ વેપાર કરવા શીખ આપી હતી. ઇ ઓકશનના માધ્યમથી ખેડૂતો ઘર બેઠા મોબાઇલ દ્વારા માલની હરાજી લઇ શકે તેવું આયોજન હાથ ધરાયાની પૂરક વિગત સરપંચોને આપી હતી.આ પ્રસંગે આણંદસર-દેશલપર (વાંઢાય)ના સરપંચો શાંતિલાલ પટેલ, મનીષાબેન પટેલે ભુજ નખત્રાણા વચ્ચે કોલેજ કરવાની માંગ મૂકી હતી. મખણાના સરપંચ  ખેતુબેન શિવજી બડગા, નથ્થરકુઇના સરપંચ રામાભાઇ વીસા આહીર, કુવાથડાના સરપંચ કરશનભાઇ હેંગણા, ઝુરાના કેમ્પના સુરતાજી સોઢા, સુમરાસર-વાંઢના જત અમીનાબેન રમજુભાઇ, કમાગુના સરપંચ સુમાર રમજુ ત્રાયા, બાઉખાના સિધીક અલારખા, જયેશ ભાનુશાલી, અરજણભાઇ શામજી ભગત, કરશન કાંયા આહીર, જગા પબા રબારી, કરમશી બિજલ, હમીર રાજા લોંચા, વિરમભાઇ વિસા, ભીમા રામા આહીર, ચંદુલાલ પટેલ, વિનયકાંત ગોર સહિતના 20 જેટલા ગામોના નવનિયુક્ત સરપંચો ભાજપના આગેવાનો, ગ્રા.પં.-તા.પં.ના સભ્યો ખેડૂતો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમનું શાલ સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું હતું. સેક્રેટરી આર.એન. બરાડિયાએ સંચાલન કર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer