કચ્છમાં પ્રથમવાર ભોજાય ખાતે ગર્ભાશયનાં મુખનાં કેન્સરનાં ડિટેક્શનનું જીવંત નિદર્શન

કચ્છમાં પ્રથમવાર ભોજાય ખાતે ગર્ભાશયનાં મુખનાં કેન્સરનાં ડિટેક્શનનું જીવંત નિદર્શન
માંડવી, તા. 3 : ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા દર મહિને ત્રીરોગ, નેત્રરોગ તેમજ જનરલ સર્જરીના કેમ્પનું આયોજન કરાય છે. ફેબ્રુઆરી માસના કેમ્પનો લાભ રોટરી ક્લબ ઓફ મુલુન્ડ (વેસ્ટ) મુંબઈએ લીધો હતો. જે અંતર્ગત મુંબઈથી 35 જેટલા રોટેરીયનો ભોજાય આવી પહોંચ્યા હતા. પ્રોજેક્ટ કન્વીનર ડોલરભાઈ શાહે દર્દીઓના ખબરઅંતર પૂછી હોસ્પિટલની વ્યવસ્થાને બિરદાવવા સાથે રોટરી ઈન્ટર ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ સાથે માંડવી ક્લબને જોડેલ છે. ક્લબના પ્રમુખ અશ્વિનભાઈ માલદેએ કેમ્પથી પ્રભાવિત થઈ આગામી પાંચ વર્ષ માટે દર ફેબ્રુઆરી મહિનાના કેમ્પની પ્રાયોજક તરીકેની જાહેરાત કરી હતી. લીલાધરભાઈ ગડા (અધા)એ આ મહિનાના કેમ્પ દરમ્યાન ત્રીરોગના 48 ઓપરેશન થશે તેવું જણાવી ગર્ભાશયના મુખના કેન્સરના ડિટેક્શન માટે કચ્છમાં સૌ પ્રથમ મશીન `ગાયની કેમ' ટાટા સેન્ટર ફોર ટેકનોલોજી એન્ડ ડિઝાઈન આઈ.આઈ.ટી. મુંબઈ દ્વારા અતિ આધુનિક સારવાર થશે. જેનું ફિઝિકલ ડેમોસ્ટ્રેશન સૌ પ્રથમ ભોજાયમાં કરાયું હતું. દર મહિને 18થી 20 સેન્ટર ઉપર ત્રીરોગની તપાસ કરાય છે. જો કોઈ પણ ગામના લોકો તૈયાર થાય તો તે ગામમાં ભોજાયની આખી ટીમ જઈને ત્રીરોગની તપાસ કરશે. જેમાં કેન્સર ડિટેક્ટ થશે તો તેની સારવારમાં ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરાશે. તેઓએ દરેક ગામના મહિલા મંડળોએ આ અંગે સક્રિય બનવા જણાવી ટ્રસ્ટના સહયોગની ખાતરી આપી હતી. જુબીનભાઈ સાવલાએ `ગાયની કેમ' મશીન અંગે માહિતી આપતાં જણાવ્યું કે, મોબાઇલ જેટલા નાનાં મશીનથી ત્રીઓનાં ગર્ભાશયનાં મુખનાં કેન્સરની તપાસ થાય છે. વળી, એમા ડેટા સેવ રહે છે અને 4-6 મહિને ફરી તપાસ વખતે અગાઉની સ્થિતિ પણ જાણી શકાય છે. જ્યાં ડોકટરો પહોંચતા નથી, ત્યાં આ મશીન લઇ જઇને તપાસ કરી શકાય છે. રોટરી ક્લબ માંડવીના પ્રમુખ હરિઓમભાઈ અબોટીએ કેમ્પને શુભેચ્છા પાઠવી માંડવી ક્લબના સહયોગની ખાતરી ઉચ્ચારી હતી. ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા રોટરી કલબ ઓફ મુલુન્ડ (વેસ્ટ)ને ફેબ્રુ. 22ના મેડીકો સર્જકલ કેમ્પ ત્રીયોગ શિબિરને સ્પોન્સર કરી ને બદલ કેમ્પના પ્રાયોજક તરીકે જાહેરાત બદલ લીલાધરભાઈ ગડા (અધા)એ રોટરી પ્રમુખ અશ્વિનભાઈ માલદેને પ્રશસ્તિપત્ર આપ્યું હતું. આ પ્રસંગે તારાબેન માલદે, મંત્રી નિર્મલભાઈ ગણાત્રા, હેતલબેન ગણાત્રા, પ્રોજેક્ટ કન્વીનર ડોલરભાઈ શાહ, પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર હિતેશભાઈ ગણાત્રા, સુધીરભાઈ જોશી, રાજેશભાઈ ગુપ્તા, મેડિકલ ડિરેક્ટર નીરજભાઈ ગડા, પ્રોજેક્ટ ફાયનાન્સર વીરેનભાઈ ગાંધી વિ. 25 જેટલા સભ્યો, માંડવી રોટરી ક્લબ પ્રમુખ હરિઓમભાઈ અબોટી, મંત્રી અમીષભાઈ સંઘવી, તેજસભાઈ વાસાણી જોડાયા હતા. 

© 2022 Saurashtra Trust