માનવ પર ઇશ્વરના અનંત ઉપકાર જેનો બદલો પવિત્ર જીવનથી અપાય

માનવ પર ઇશ્વરના અનંત ઉપકાર  જેનો બદલો પવિત્ર જીવનથી અપાય
અમદાવાદ, તા. 9 : માનવ પર ઇશ્વરના અનંત ઉપકારો છે. એનો બદલો તો માત્ર આપણા ઉત્તમ વ્યવહાર અને પવિત્ર જીવન દ્વારા જ આપી શકાય, કથા એ શ્રોતા-વકતા માટે આત્મમંથન કરવાનો સુવર્ણ અવસર છે તેવું અમદાવાદ ખાતે ખોડિયારનગર બાપુનગરમાં તેજેન્દ્ર પ્રકાશ સોસાયટીમાં સ્વ. ઝાલા જુવાનસિંહ પરિવાર તેમજ સમસ્ત ઝાલા પનારા પરિવાર દ્વારા આયોજિત ભાગવત કથામાં વ્યાસાસનેથી રાપરના સૂર્યશંકર ગોર દ્વારા જણાવાયું હતું. કથામાં દીપ પ્રાગટય અવસરે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ધારાસભ્ય જગદીશભાઇ પંચાલ, ડી.વાય.એસ.પી. તરુણ બારોટ, નટુભા વાઘેલા, પબુજી મેરામણજી જાડેજા, રણજિતસિંહ વાઘેલા ઉપસ્થિત હતા. સાયલા લાલજી મહારાજ જગ્યાના મહંત દુર્ગાદાસજી, લીંબડી સ્વામિનારાયણ મંદિરના સંત પી. જે. સ્વામીએ હાજરી આપી શુભકામનાઓ વ્યકત કરી વ્યાસપીઠનો સત્કાર કર્યો હતો. આબાજટી-ગોધરાના મેલડી માતાના સેવાભાવી ભરવાડ કનુભાઇએ હાજરી આપી હતી. રામ પ્રાગટય અને કૃષ્ણ પ્રાગટયના પ્રસંગો ઉજવાયા હતા. સંગીત પર પથુભા પબુજી જાડેજા, પ્રફુલ્લ પંચાલ (સુવઇ) તેમજ આલમ મીરે સંગત આપી હતી.  રાત્રિ કાર્યક્રમોમાં સ્થાનિક ભજનિકો  ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સત્સંગ કર્યો હતો તો મોરારદાન ગઢવી, ઇશ્વર ભાલાણી, રાજુ સુરદાસ વિગેરેએ  લોકડાયરો રજૂ કર્યો હતો. રાપર દરિયાસ્થાન ટ્રસ્ટી મુકેશભાઇ ઠક્કર, ડાભુંડાના આગેવાનો વજુભા જાડેજા, નથુભા જાડેજા, દોલુભા જાડેજા,  રણજિતસિંહ કે. સોઢા, જશુભા જાડેજા, જશુભા સોઢા (સઇ) વિગેરે આગેવાનોએ હાજરી આપી હતી. પૂજનવિધિ મહેન્દ્રભાઇ મહારાજે કરાવી હતી. કથામાં વ્યાસપીઠ પર મુકાયેલ રૂપિયા 18 હજાર ઉપરાંતની રકમ શુભકાર્યમાં વપરાશે તેવું જણાવાયું હતું. ભગીરથસિંહ ઝાલા,  રણુભા ઝાલા, જોરૂભા ઝાલા, દિલાવરસિંહ ઝાલા, કરણસિંહ ઝાલા વિગેરેએ સેવા આપી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer