ધાવડા અને નખત્રાણા વચ્ચે અકસ્માતમાં માતા-પુત્ર ઘવાયા

ભુજ, તા. 17 : નખત્રાણા અને ધાવડા વચ્ચેના માર્ગ ઉપર બાઇક સ્લીપ થઇ જતાં સર્જાયેલા અકસ્માતમાં નરા ગામના પરપ્રાંતીય માતાપુત્ર ઘવાયા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ, અમરિકાસિંહ નેહલાસિંહ (ઉ.વ. 30) અને તેની માતા મનજિત કૌર (ઉ.વ. 62) આ બનાવમાં જખમી થયા હતા. તેમને બંનેને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. માર્ગમાં વચ્ચે ગાય આડી આવી જતાં આ અકસ્માત થયાનું પોલીસ સમક્ષ લખાવાયું છે.

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer