અંતરજાળમાં ગળેફાંસો ખાઇ યુવતીનો આપઘાત

ગાંધીધામ, તા. 14 :   તાલુકાના અંતરજાળ ગામમાં 19 વર્ષીય યુવતી મમતાબેન બાબુભાઇ પટેલે ગળેફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ, આ બનાવ પાતાળિયા હનુમાન મંદિરની સામે બન્યો હતો. હતભાગી યુવતીએ રાત્રીના 11 વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઇ મોતનો માર્ગ અપનાવ્યો હતો. માતા સાથે રસોઇ બનાવવા બાબતે ઝઘડો થયા બાદ તે અંગે લાગી આવતાં તેણીએ આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer