મેરેથોન મુકાબલા બાદ ફેડરર હાર્યો

લંડન, તા. 11 : 20 વખતનો વિક્રમી ગ્રાન્ડસ્લેમ વિજેતા 36 વર્ષીય મહાન સ્વિસ ટેનિસ ખેલાડી અને નંબર વન રોજર ફેડરર ચાર કલાક અને 13 મિનિટના મેરેથોન મુકાબલાના અંતે વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં પરાજીત થયો છે. આઠ વખતના વિમ્બલ્ડન વિજેતા ફેડરર સામે દ. આફ્રિકાના આઠમા ક્રમના ખેલાડી કેવિન એન્ડરસને 2-6, 6-7, 7-પ, 6-4 અને 13-11થી જીત મેળવીને સેમિ ફાઈનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે ત્રણ વખતના વિજેતા અને 12મો ક્રમ ધરાવતા સર્બિયાના નોવાક જોકોવિચે ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના 24 ક્રમના ખેલાડી કાઇ નિશિકોરી સામે 6-3, 3-6, 6-2 અને 6-2થી જીત મેળવીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જોકોવિચ વિમ્બલ્ડનમાં આઠમીવાર અંતિમ-4માં પહોંચ્યો છે.ડબલ્સમાં ભારતના દિવિજ શરણ અને તેના ન્યૂઝીલેન્ડના જોડીદાર અર્ટેમ સિટાકની ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાના માઇક બ્રાયન અને જેક સોક સામે રસાકસી બાદ 6-7, 6-7, 7-6, 4-6થી હાર થઇ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer