ધોંસામાં વાવણી-ચારિયાણ પ્રશ્ને હત્યાનો પ્રયાસ

ભુજ, તા. 11 : તાલુકામાં ધેંસા (મકનપર) ગામે વાવણી અને ચરિયાણ પ્રશ્ને ચાર ઇસમે કુહાડી અને લાકડી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરીને અયુબ તમાચી સુમરા (ઉ.વ.45)ની હત્યાનો પ્રયાસ કરતાં ભારે સનસનાટી મચી ગઇ છે.  ભુજથી બાવીસ કિ.મી. દૂર આવેલા ધોંસા ગામે ગઇકાલે સવારે હિચકારા હુમલાની આ ઘટના બની હતી. આ બાબતે ગામના જ જુણશ તાલબ સુમરા, ઇશાક અલીમામદ સુમરા, કાસમ અલીમામદ સુમરા અને સાલેમામદ અલીમામદ સુમરા સામે ખૂનની કોશિષ સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.  પોલીસ સાધનોએ ફરિયાદને ટાંકી પ્રકરણની વિગતો આપતાં જણાવ્યું હતું કે માથા અને પીઠમાં જીવલેણ બની શકે તેવી ગંભીર ઇજાઓ પામનારા અયુબ સુમરાને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. માનકૂવા પોલીસ મથકે દાખલ થયેલા આ ગુના અનુસંધાને તપાસનીશ સબ ઇન્સ્પેકટર બી.બી. સિંહે આરોપીઓની ધરપકડ સહિતના ચક્રો ગતિમાન કર્યા છે.  પોલીસ સૂત્રોએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે બનાવ વિશે ફરિયાદ નોંધાવનાર સલીમ અદ્રેમાન સુમરા અને ભોગ બનનારા અયુબભાઇ સલીમના ફ્yઆના ખેતરમાં વરસાદની સિઝન નજીક હોવાથી વાવણી માટે ઝાડી-ઝાંખરા સાફ કરવાનું કામ કરી રહ્યા હતા. આ સમયે આરોપીઓ તેમની ગાયો અને ભેંસો આ ખેતરમાં ચરાવી રહ્યા હતા. ખેતરમાં વાવણી ન કરાય તે માટે આ હુમલો કરાયો હતો તેવું ફરિયાદમાં લખાવાયું છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer