ભુજ-નાગોર-લોડાઇ રસ્તામાં થતી ગેરરીતિની મુખ્યમંત્રીને રજૂઆત

ઝીકડી (તા. ભુજ), તા. 11: તાલુકાના ભુજ-નાગોર-લોડાઇ રસ્તાના ચાલતા કામમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કરી મુખ્યમંત્રીને તપાસ કરાવવા માટે સામાજિક કાર્યકરે રજૂઆત કરી હતી. ટેન્ડરના ઓછા ભાવ હોવાથી ગ્રેડેશન વગર કામ થઇ રહ્યું છે, ખોદાણ ઓછું છે, વપરાતું મટીરિયલ નિયમ પ્રમાણે વપરાતું નથી. વાઈન્ડિંગના ખોદાણમાં ક્વોરિંગ અને ડ્રાયરોલિંગ વગર જીએસબી મેટલ પાથરવામાં આવી રહી છે. તાત્કાલિક તપાસ કરી બિલ પેમેન્ટ અટકાવવા સામાજિક કાર્યકર એચ.એસ. આહીરે જણાવી આ બાબતે અગાઉ સંબંધિત તંત્રોને રજૂઆત કરાઇ છે તેમ કહ્યંy હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer