થાઈ. ગુફામાંથી તમામનો બચાવ

બેંગ્કોક, તા. 10 : અઢાર - અઢાર દિવસો સુધી થાઈલેન્ડની થામ લોંગ ગુફામાં ફસાઈ રહેલા 12 બાળકો અને એક ફૂટબોલ કોચને ઉગારવાનું જોખમી અને દિલધડક અભિયાન આજે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. રવિ અને સોમવારે 4-4 બાળકોને બહાર કાઢવામાં આવ્યા બાદ આજે ત્રીજા દિવસે સાહસિક મરજીવાની ટીમે બાકી રહેલા 4 બાળક અને કોચને પણ મોતની ગુફામાંથી હેમખેમ બહાર કાઢી લેતાં દુનિયાભરમાંથી થયેલી પ્રાર્થના અને દુઆઓ ફળી હોય તેવો હાશકારો બધાને થયો હતો અને હર્ષ વ્યાપી ગયો હતો. આજે મંગળવારે બપોર  સુધીમાં બે બાળકોને બહાર લાવવામાં સફળતા મળી ગઈ હતી અને સાંજ સુધીમાં બાકીનાં તમામ લોકોને પણ બહાર કાઢી લેવામાં આવ્યા હતાં.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer