ભુજમાં હવે રેન્જ સ્તરેથી આંકડાની બદી સામે દરોડો : વધુ એક બુકી સકંજામાં

ભુજ, તા. 10 : સ્થાનિક પોલીસ અને જિલ્લાસ્તરેથી આંકડાના બેનંબરી કારોબાર સામે દરોડાઓ પડી ચૂકયા બાદ આ શહેરમાં હવે રેન્જ સ્તરેથી આ ગેરકાયદે બદી ઉપર  ધોંસ બોલાવાઇ હતી. જેમાં મામદ જુમા ગગડા નામના સ્થાનિક બુકીને બાકિંગ લેતાં પકડી પડાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં સરપટ નાકા બહાર મોલુવાળી મસ્જિદ પછવાડે આવેલી ગલીમાં પોલીસની રેન્જ કચેરીના રેપિડ રિસ્પોન્સ સેલ દ્વારા આ દરોડો પડાયો હતો. જેમાં મામદ ગગડાને રૂા. 3810 રોકડા તથા ત્રણ મોબાઇલ ફોન મળી કુલ્લ રૂા. 5810ની માલમતા સાથે ઝડપી પડાયો હતો. આરોપી સામે બી-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer